________________
૪૬૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૨ તપસ્વનો મહિમા. ૩ દાનનું માહાત્મ અને દાનને માટેના સુપાત્ર વ્યક્તિ. ૪ ભાવયજ્ઞની શ્રેષ્ઠતા. પ મુનિનું સ્વરૂપ.
જયઘોષ-વિજયઘોષ આખ્યાન ? જયઘોષ અને વિજયઘોષ નામના બે વિદવિદ્ બ્રાહ્મણો હતા. તેમાંથી જયઘોષ શ્રમણા બની ગયો અને વિજયઘોષ વૈદિક યજ્ઞો કરતો વારાણસીમાં રહેવા લાગ્યો. એક સમયે ઈન્દ્રિયનિગ્રહી અને કર્મ વિનાશક યમયજ્ઞને કરનાર મહાયશસ્વી જયઘોષ-શ્રમણ પ્રામાનુગ્રામ ફરતાં ફરતાં વારાણસીમાં આવી પહોંચ્યા. ત્યાં તે શહેરની બહાર પાક (જીવરહિત) શધ્યા અને સંસ્તારક લઈ “મનોરમ” ઉદ્યાનમાં રોકાયા. તે સમયે ત્યાં વિજયઘોષ વૈદિક યજ્ઞ કરી રહ્યો હતો. જયઘોષ મુનિ એક માસના અનશન તપના પારણાં કરવા વિજયઘોષના યજ્ઞમંડપમાં ગયા. ત્યાં પહોંચ્યા ત્યારે યજ્ઞકર્તા વિજયઘોષે કહ્યું :
વિજયઘોષ ઃ હે ભિક્ષુ ! હું તને ભિક્ષા નહીં આપું. તું બીજે જઈને ભિક્ષા માંગ. આ યજ્ઞાન્ન તો માત્ર વેદવિદ્, યજ્ઞવિદ્, જ્યોતિષાંગવિદ્દ, ધર્મશાસ્ત્રવિદ્ અને સ્વ-પરકલ્યાણકર્તા માટે જ છે.
જયઘોષ (વિજયઘોષનું કલ્યાણ કરવા માટે, નહીં કે અન્ન-પાનાદિની અભિલાષાથી સમતાપૂર્વક) : આપ લોકો વેદાદિના સમ્યક અર્થને જાણતા નથી. જો જાણતા હો તો કહો.
વિજયઘોષ (ઉત્તર આપવામાં અસમર્થ થતાં હાથ જોડીને) આપ જાતે જ વેદાદિનો સાચો અર્થ જણાવો.
આ સાંભળી જયઘોષ મુનિએ વેદોનું મુખ, યજ્ઞોનું મુખ, નક્ષત્રોનું મુખ, ધર્મોનું મુખ, સ્વ-પરનો કલ્યાણકર્તા, સાચા બ્રાહ્મણનું સ્વરૂપ, બાહ્યલિંગ કરતાં આત્યંતર લિંગની શ્રેષ્ઠતા, જન્મથી જાતિવાદનું ખંડન, કર્મથી જાતિવાદની સ્થાપના, વગેરે વિવિધ વિષયોનું સ્પષ્ટીકરણ કર્યું.
૧ ઉ. અધ્યયન ૨૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org