________________
૬ર
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સાંગના પુરુષની જેમ અનેક છે પણ તેના સ્વરૂપમાં ભિન્નતા છે. એ રીતે અચેતન તત્ત્વ પણ અનેક છે. તે સાંખ્યની પ્રાકૃતિની જેમ એકરૂપ નથી પમ મુખ્યરૂપે પાંચ સ્વતંત્ર તત્ત્વોથી યુક્ત છે. એ પાંચ અચેતન તત્ત્વોનાં નામ છે: ગતિદ્રવ્ય (ધર્મદ્રવ્ય), સ્થિતિદ્રવ્ય (અધર્મદ્રવ્ય), સમયદ્રવ્ય (કાલ), પ્રદેશદ્રવ્ય (આકાશ) અને રૂપીદ્રવ્ય (પુદ્ગલ). કોઈ એક અચેતન-તત્ત્વમાંથી આ પાંચેનો આવિર્ભાવ થયો હોય એમ નથી. પણ આ પાંચેય દ્રવ્ય પોતાની રીતે પૂર્ણ રીતે સ્વતંત્ર છે. ચેતન અને અચેતન ગુરાના સદ્ભાવ અને અસદ્ભાવને આધારે જ લોકના સમસ્ત દ્રવ્યોને ભાગોમાં વિભક્ત કરવામાં આવેલ છે. માટે મુખ્ય રૂપે ચેતન અને અચેતન એવા બે મૂળતત્ત્વ માનવાને કારણે સાંખ્યની જેમ તેને તવાદ ન કહી શકાય. બેથી વધારે મૂળ તત્ત્વની સત્તા સ્વીકારવાથી તેને બહુત્વવાદ જ કહી શકાય. જે રીતે ચેતન ગુણાના સદ્દભાવ અને અસદ્ભાવના આધારે દ્રવ્યોના બે ભેદ સંભવે છે તેમ રુપાદિગણના સભાવ અને અસદુભાવથી બહુ પ્રદેશવ (અસ્તિકાય) અને એક પ્રદેશ૦ (એક-પ્રદેશવર્તી-અનાસ્તિકાય)ના આધારે, લોક-પ્રમાણાવ અને લોકાલોકપ્રમાણત્વના આધારે, એકત્વ સંખ્યાવિશિષ્ટત્વ અને બહુત્વ સંખ્યા વિશિષ્ટત્વ આદિના આધારે હજી પણ વધારે બીજા અનેક દ્વતાત્મક ભેદ સંભવે છે. તેનું આગળ ઉપર પ્રસંગોપાત વર્ણન કરવામાં આવશે. પરંતુ, આ પ્રકારનું ઢેતાત્મક-વિભાજન ગ્રંથમાં અભિપ્રેત નથી કારણ કે તેને કારણે ચેતનતત્ત્વની સ્વતંત્ર સત્તાને ઘણો મોટો આઘાત લાગે છે અને ખાસ તો એ કે અચેતન-તત્ત્વથી ચેતન તત્ત્વની સ્વતંત્ર સત્તા સિદ્ધ કરવી એ ગ્રંથનો મુખ્ય ઉદ્દેશ છે. તેથી આ પ્રકારનું ઢેતાત્મક-વિભાજન સંભવે છે છતાં પણ લોકાલોકમાં પ્રાપ્ત થતા બધાં દ્રવ્યોને મુખ્ય રૂપે ૬ સ્વતંત્ર ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે. આ છ દ્રવ્યોના સ્વતંત્ર ભેદોમાં ચેતન
१ धम्मो अधम्मो आगासं काली पुग्गल-जन्तवो ।
एस लोगो त्ति पनत्तो जिणेहिं बरदंसिहि ।।
–૩. ૨૮. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org