________________
પ્રકરણ ૧ : દ્રવ્ય-વિચાર
જીવોનો નિવાસ છે. તેનાં નામ ક્રમશઃ આમ છે: રત્નપ્રભા, શર્કરપ્રભા, વાસુકપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ:પ્રભા તથા મહાતમ-પ્રભા'. અહીં જે પ્રભા' (કાન્તિ) શબ્દ જોડાયો છે તે તેના રંગને અભિવ્યકત કરે છે.
આમ, આ લોક-રચના ત્રણ પ્રમુખ ભાગોમાંથી ઊદ્ગલોકના સહુથી ઉપરના ભાગમાં મુક્ત આત્માઓ વસે છે. તેની નીચે “સિદ્ધશિલા” નામની પૃથ્વી છે તથા તેની નીચે દેવતાઓનાં આકાશગામી વિમાનો છે. તેની નીચે, મધ્યલોકમાં મુખ્યરૂપે માનવ જગત છે. તેના પછી, સહુથી નીચે અધોલોકમાં નર્ક સંબંધી સાત પૃથ્વીઓ છે અને તેમાં મોટે ભાગે નારકીય જીવો રહે છે. આ લોકની સીમાની ચારે બાજુ અનંત-સમારહિત અલોકાકાશ છે. આ લોક-રચના એટલી વિશાળ અને જટિલ છે કે આજનું વિજ્ઞાન તેના ખૂબ જ સૂક્ષ્મ-અંશને જ જાણી શક્યું છે.
ષ દ્રવ્ય સંપૂર્ણ લોકમાં સામાનયુ રીતે બે જ પ્રકારનાં તત્ત્વો જોવા મળે છે. ચેતન અને અચેતન. ગ્રંથમાં તેને માટેનાં નામો ક્રમશઃ આ પ્રમાણે છે : જીવ-દ્રવ્ય અને અજીવ દ્રવ્ય.૨ આ બે દ્રવ્યોના સંયોગ અને વિયોગને લીધે જ આ વિવિધ પ્રકારની સૃષ્ટિનો આવિર્ભાવ તથા તિરોભાવ થાય છે. અહીં એક વાત ધ્યાનમાં રાખવા યોગ્ય છે કે આ બંને દ્રવ્ય કે જે તત્ત્વ પણ કહેવાય છે તે સાંખ્યદર્શના પુરુષ (ચેતન) અને પ્રકૃતિ (અચેતન)ની સાથે એકરૂપ નથી. જો કે ચેતન-તત્ત્વ
१ नेरइया सत्तविहा पुढवीसू सत्तसू भवे ।
रयणासभक्कराभा बालुयाभा य आहिया ।। पंकाभा घूमामा तमा तमतमा तहा ।
-૩. ૩૬. ૧૫૬-૧પ૭. વિશેષ : લોકમાં કુલ આઠ પૃથ્વીઓ છે. તેમાંથી સાત અધોલોકમાં છે અને એક સિદ્ધશિલા નામની પૃથ્વી ઊર્ધ્વલોકમાં છે. મધ્યલોકમાં જે પૃથ્વી છે તે
અદ્યોલોકની રત્નપ્રભા નામની પ્રથમ પૃથ્વીની ઉપરની સપાટી છે. ૨ જુઓ પૃ. પપ પા. ટિ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org