________________
પ્રકરણ ૧ : કાવ્ય-વિચાર
૬૩
જીવ-દ્રવ્ય ઉપરાંત અચેતન દ્રવ્ય
સંબંધી પાંચ સ્વતંત્ર દ્રવ્યોને પણ ભેળવવામાં આવેલ છે. આ રીતે ૬ દ્રવ્યોનાં નામ આ રીતે છે: ૧. ચેતન-જીવ, ૨. રૂપી-અચેતન-પુદ્ગલ, ૩. ગતિ-હેતુ-ધર્મ, ૪. સ્થિતિ હેતુ અધર્મ, ૫. સમય-કાળ અને ૬. પ્રદેશ (અવકાશ)આકાશ.
જો કે આ છ દ્રવ્યોમાંથી જીવ, પુદ્ગલ, અને કાળ દ્રવ્યના અન્ય અવાંતર અનેક સ્વતંત્ર ભેદ પડે છે પરંતુ તેને સામાન્ય ગુણની અપેક્ષાએ અનેક સ્વતંત્ર ભેદ પડે છે પરંતુ તેને સામાન્ય ગુણની અપેક્ષાએ એકમાં અંતર્ભાવ કરીને છે જ સ્વતંત્ર દ્રવ્યોને ગણાવવામાં આવેલ છે. આ છ દ્રવ્યો ઉપરાંત સંપૂર્ણ લોક અને અલોકમાં બીજું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. આ છ મૂળ દ્રવ્યો વડે જ આ સૃષ્ટિનું સંચાલન થાય છે. એ ઉપરાંત, ઈશ્વર વગેરે બીજું કોઈ સંચાલક તત્ત્વ નથી. અલ્પ વિષય હોવાથી પ્રથમ અચેતન-દ્રવ્યનું વર્ણન કરવામાં આવશે.
અચેતન દ્રવ્ય : જેનામાં જાણવાની કે જોવાની શક્તિ ન હોય તે અચેતન-દ્રવ્ય. મુખ્યત્વે તેના બે પ્રકાર છે. ૧. જેમાં રૂપાદિનો સદુભાવ હોય તે “રૂપી' અને ૨. જેમાં રૂપાદિનો અભાવ હોય તે “અરૂપી”. જેનો કોઈ નક્કર આકાર-પ્રકાર વગેરે સંભવતો હોય તેને “રૂપી અથવા મૂર્ત કહે છે. તથા જેનો કોઈ નક્કર આકાર સંભવતો નથી તેને “અરૂપી” અથવા અમૂર્ત કહે છે. આ બંને પ્રકારોમાં રૂપીદ્રવ્યનો મુખ્યત્વે એક જ પ્રકાર છે. અને તેને “પુદ્ગલ' કહેવાય છે. અરૂપીઅચેતન દ્રવ્યના મુખ્ય ચાર પ્રકારો છે અને તેનાં નામો છે: ધર્મ, અધર્મ, આકાશ અને કાળ. આમ કુલ મળીને અચેતન, દ્રવ્યના મુખ્ય પાંચ ભેદ છે.
१ रूविणो चेवरूवी य अजीवा दुविहा भवे ।
अरूवी दसहा वुत्ता रूविणौ य चउब्विहा ।
–૩. ૩૬. ૪.
તથા જુઓ - ઉ. ૩૬. ર૪૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org