SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર સાધુ સંસારરૂપી સમુદ્રને પાર કરે છે'. સામાચારીનાં દશ અંગો સંસારરૂપી સમુદ્રને પાર કરાવનાર સામાચારીના દશ અંગો આ પ્રમાણે છેરે. ૧ આવશ્યકી - નિવાસસ્થાન (ઉપાશ્રય)માંથી બહાર જતી વખતે જરૂરી કામે બહાર જઈ રહ્યો છું એ માટે ‘આવસહી’ એમ કહેવું. ૨ નૈષેધિકી - બહારથી ઉપાશ્રયની અંદર આવતી વખતે ‘સિદ્દી’ એમ કહેવું. ૩ આપૃચ્છના - ગુરુ વગેરેને પોતાનું કાર્ય કરવા માટે પૂછવું અથવા આજ્ઞા લેવી. ૪ પ્રતિકૃચ્છના - બીજાના કાર્ય માટે ગુરુને પૂછવું. ૫ છંદના - ભિક્ષા દ્વારા પ્રાપ્ત દ્રવ્ય સાધર્મીઓને આપવા માટે આમંત્રવા. ૬ ઈચ્છાકાર - ગુરુ આદિની ઈચ્છા જાણી તદ્દનુકૂળ કાર્ય કરવાં. ૭ મિથ્યાકાર - કોઈ અપરાધ થતાં પોતાની નિન્દા કરવી. 309 ૮ તથાકાર - ગુરુનાં વચનો સાંભળી ‘તહત્તિ' (જેવી આપની આજ્ઞા) એમ કહી આદેશ સ્વીકારવો. - ૯ અભ્યુત્થાન - સેવા યોગ્ય ગુરુ વગેરેની સેવા-શુશ્રુષા કરવાં. ૧૦ ઉપસમ્યદા – જ્ઞાનાદિની પ્રાપ્તિ માટે કોઈ અન્ય ગુરુના શરણમાં જવું. १. सामायारि पवक्खामि सव्वदुक्खविमोक्खणिं । जे चरित्ताण निग्गंथा तिण्णा संसारसागरं ॥ તથા જુઓ ઉ. ૨૬. ૫૩. २ पढमा आवस्सिया नाम बिइया य निसीहिया । एवं दुपंच संजुत्ता सामायारी पवेइया || Jain Education International For Private & Personal Use Only -૩. ૨૬. ૧. ૧૩. ૨૬. ૨. ૭. www.jainelibrary.org
SR No.002136
Book TitleAgam 43 Mool 04 Uttaradhyayan Sutra Ek Parishilan
Original Sutra AuthorN/A
AuthorSudarshanlal Jain
PublisherParshwanath Shodhpith Varanasi
Publication Year2001
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy