________________
૪૩૬
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
આ સઘળા વિવેચન ઉપરથી એટલું તો નિશ્ચિત થાય છે કે તે સમયે સમાજ ચાર વર્ણો તથા ચાર આશ્રમોમાં વિભક્ત હતો. જાતિપ્રથાનું જોર હતું, બ્રાહ્મણોનું આધિપત્ય હતું, વૈદિક યજ્ઞોની બોલબાલા હતી, જેને શ્રમણોનું જીવન કષ્ટપ્રદ હતું છતાં તેનો પ્રસાર થઈ રહ્યો હતો. સમુદ્રપાર વહાણો દ્વારા વેપાર ચાલતો. રાજાઓ રાજ્યના વિસ્તાર માટે સતત પ્રયત્નશીલ રહેતા પરિણામે ઘણીવાર યુદ્ધની નોબત વાગતી, શુદ્રોની સ્થિતિ દયનીય હતી, નારી વિકાસ પ્રતિ કદમ માંડી રહી હતી, સમાજ ભોગવિલાસ પ્રતિ ગતિશીલ હતો. ધર્મ પ્રત્યે જનતાની અભિરુચિ ઓછી હતી તથા ધાર્મિક અને દાર્શનિક મતમતાંતરો પૂરતા પ્રમાણમાં હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org