________________
૪૩૭
પ્રકરણ ૮
ઉપસંહાર ‘ઉત્તરાધ્યયન-સૂત્ર' અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં નિબદ્ધ એક ધાર્મિક કાવ્યગ્રંથ છે. આ કોઈ એક વ્યક્તિની કોઈ એક સમયની રચના નથી પણ તેમાં મુખ્યત્વે ભગવાન મહાવીર-પરિનિવાના સમયે આપવામાં આવેલ ઉપદેશોનું વિભિન્ન સમયે કરવામાં આવેલ સંકલન છે. ભગવાન મહાવીરના શિષ્યોએ એમના જે ઉપદેશને ગ્રંથોના રૂપમાં નિબદ્ધ કર્યો એ બધા ગ્રંથો અંગ અને અંગબાહ્ય આગમ (શ્રુત) કહેવાય છે. આ ગ્રંથોમાંના જે સાક્ષાત્ મહાવીરના શિષ્યો (ગણધરો) દ્વારા રચાયા છે તે “અંગ” અને તદુત્તરવર્તી પૂર્વાચાર્યો (શ્રુતજ્ઞો) દ્વારા રચાયા છે તે “અંગબાહ્ય” કહેવાય છે. આ કારણે અંગ ગ્રંથો પ્રાધાન્ય ધરાવે છે. અંગબાહ્યના ઉપાંગ, મૂલસૂત્ર જેવા પ્રકારો છે તેમાં ઉત્તરાધ્યયન મૂલસૂત્ર વિભાગમાં સ્થાન પામેલ છે. જો કે મૂલસૂત્ર શબ્દનો અર્થ વિવાદાસ્પદ છે. પરંતુ ઉત્તરાધ્યયન પ્રાચીનતા, મૂળરૂપતા, મૌલિકતા વગેરે બધી દષ્ટિએ “મૂલસૂત્ર' ગણાવાને માટે યોગ્ય છે.
ઉત્તરાધ્યયનનો સમાવેશ “અંગબાહ્ય' ગ્રંથોમાં થાય છે છતાં તે “અંગ’ ગ્રંથોથી જરાય ઓછા મહત્ત્વનો ગ્રંથ નથી. ભાષા અને વિષયની પ્રાચીનતાની દૃષ્ટિએ અંગ અને અંગબાહ્ય બધા આગમ ગ્રંથોમાં તેનું ત્રીજું સ્થાન છે. મૌલિકતા, મૂલરૂપતા, વિષય-પ્રતિપાદન શૈલીની સુબોધતા વગેરેને કારણે તે ચારેય મૂલસૂત્રોમાં અગ્રગણ્ય છે. વિન્ટરનિટુડ્ઝ જેવા વિદ્વાનોએ તેની તુલના ધમ્મપદ, સુત્તનિપાત, જાતક, મહાભારત તથા અન્ય ગ્રંથો સાથે કરી છે. આ મહત્ત્વને કારણે સમય જતાં તેના ઉપર વિપુલ વ્યાખ્યાત્મક સાહિત્ય લખવામાં આવ્યું અને આજે પણ લખાય છે.
દિગંબર પરંપરામાં પણ ઉત્તરાધ્યયનનો સવિશેષ ઉલ્લેખ મળે છે પણ વર્તમાનમાં ઉપલબ્ધ ઉત્તરાધ્યયનને તેઓ અન્ય આગમ ગ્રંથોની જેમ પ્રામાણિક માનતા નથી. આવી માન્યતા ધરાવવાનું મુખ્ય કારણ તેમાં પ્રતિપાદિત સાધુના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org