________________
૪૩૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન સામાન્ય આચાર સંબંધી કેટલાક સૈદ્ધાત્તિક મતભેદો છે. પરંતુ, ગ્રંથમાં નિરૂપિત કેશિ-ગૌતમસંવાદ તથા અન્ય વીગતો જોતાં જાણવા મળે છે કે આ બાહ્ય સૈદ્ધાત્તિક મતભેદ ખાસ મહત્ત્વ ધરાવતો નથી. ગ્રંથમાં સર્વત્ર બાહ્યોપચાર કરતાં આભ્યન્તરિક ઉપચાર અને વીતરાગ પણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને આ હકીકત શ્વેતાબંર અને દિગંબર એ બંને સંપ્રદાયોને માન્ય છે. એ ખરું કે મહાવીરના પરિનિર્વાણ બાદ લગભગ હજાર વર્ષ દરમ્યાનના ગાળામાં ‘ઉત્તરાધ્યયન'માં પણ અન્ય આગમગ્રંથોની જેમ પરિવર્તન અને સંશોધન થયાં હશે છતાં તે પોતાના મૂળરૂપમાં સુરક્ષિત રહેલ છે.
જે રીતે, “મૂલસુત્ર' શબ્દના અર્થમાં મતભેદ છે તે રીતે ઉત્તરાધ્યયનના નામકરાની બાબતમાં પણ નિશ્ચિત મત મળતો નથી. નિર્યુક્તિકાર અનુસાર ઉત્તરાધ્યયનનો અર્થ આ પ્રમાણે છે : “આચારાંગ આદિ અંગ-ગ્રંથો બાદ જેનું અધ્યયન કરવું જોઈએ તે ગ્રંથ.” શ્રી કાનજીભાઈ પટેલે પોતાના લેખ : ઉત્તરધ્યયન-મૂત્ર એક ધાર્મિક કાવ્યગ્રંથ'માં લાયમનના મત ને ટાંકતા “Later reading'ના અર્થ “અંતિમ રચના” કરેલ છે. જો કે Later readingનો આ અર્થ સંદિગ્ધ છે છતાં એવો એક વિકલ્પ માની લઈએ તો કાંઈ વિરોધ સંભવતો નથી. આ બંને મત સયુતિક પ્રતીત થાય છે કારણ કે ઉત્તરાધ્યયનના અધ્યયનોના અધ્યયનની પરંપરા આચારાંગાદિ અંગ-ગ્રંથો પછીની રહી છે તથા તેની રચના પણ ભગવાન મહાવીરના ઉત્તરકાળ (પરિનિર્વાણાના સમય)માં થઈ છે. ઉત્તર” શબ્દનો અર્થ ‘ન પૂછેલા પ્રશ્નોનો ઉત્તર’ એમ કરીને, અથવા ઉત્તરોત્તર અધ્યયનોની શ્રેષ્ઠતા” એમ કરીને જેમાં પ્રશ્નો પૂછળ્યા સિવાય ઉત્તરો આપવામાં આવ્યા હોય અથવા જેનાં અધ્યયનો ઉત્તરોત્તર શ્રેષ્ઠ હોય તે ઉત્તરાધ્યયન એવી માન્યતા વર્તમાનમાં ઉપલબ્ધ ગ્રંથને આધારે યોગ્ય કહેવાશે નહિ કારણ કે પ્રસ્તુત ગ્રંથમાં એવો કોઈ સંકેત પ્રાપ્ત થતો નથી.
ઉત્તરાધ્યયનમાં છત્રીશ અધ્યયનો છે અને તેમાં મુખ્યરૂપે નવદીક્ષિત જૈન સાધુના સામાન્ય આચાર-વિચારની સાથે જૈન દર્શનના મૂળભૂત દાર્શનિક સિદ્ધાંતોની સામાન્ય ચર્ચા કરવામાં આવી છે. આમ હોવા છતાં પણ આપણે તેને માત્ર સાધુઓના આચાર-વિચાર તથા શુદ્ધ દાર્શનિક સિદ્ધાંતોનો પ્રતિપાદક નીરસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org