________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪ર૯
કુતર્ક દ્વારા ખંડિત કરનારા અને વિવેકરહિત હતા. આ કથનનો અર્થ એ થયો કે ગ્રંથના રચનાકાળમાં જનતાનો ધર્મ પ્રત્યેનો વિશ્વાસ ઘટતો જતો હતો અને તેઓ સંસારના ભોગોમાં અટવાયે જતા હતા. હિંસા, અસત્ય, લૂંટફાટ, ચોરી, કપટ, શઠતા, કામાસક્તિ, પરિગ્રહ, મદ્યમાંસભક્ષણ, પરદમન, અહંકાર, લોલુપતા વગેરે ખરાબ પ્રવૃત્તિઓમાં જનતા ફસાતી જતી હતી. આમ કહેવાનું તાત્પર્ય એ કે ઘણાખરા માણસો દુરાચારી હતા અને બહુ જ લઘુમતી સદાચારી હતી જેમને પોતાના કુળ, જાતિ વગેરેની પ્રતિષ્ઠા પણ પ્યારી હતી. તેથી રાજીમતી સંયમમાંથી પતિત થનાર રથનેમીને કુળનું સ્મરણ કરાવી તેને અને પોતાની જાતને સંયમમાં અડગ બનાવે છે. પણ આવી વ્યક્તિઓ ઘણી ઓછી હતી. આ કારણો ગ્રંથમાં અનેક સ્થળે, દ્રવ્યયજ્ઞ કરતાં ભાવયજ્ઞ, બાહ્યશુદ્ધિ કરતાં અંતરંગશુદ્ધિ, બાહ્યલિંગ (વેશભૂષા) કરતાં આંતરિક લિંગ, દ્રવ્યસંયમ કરતાં ભાવ સંયમ વગેરેની પ્રધાનતા પ્રદર્શિત કરવામાં આવી છે અને ભાવ સંયમથી હીન વ્યક્તિની નિન્દા પણ કરવામાં આવી છે.
ધાર્મિક અને દાર્શનિક સંપ્રદાય : ધાર્મિક અને દાર્શનિક સંપ્રદાયોના સંચાલક મોટે ભાગે સાધુ હતા. જન સામાન્યની જેમ તેઓ પણ સંયમથી પતિત થઈ વિષયો પ્રત્યે ઉન્મુખ થઈ રહ્યા હતા. કામાસક્તિનું જોર બહુ હતું. તેથી ગ્રંથમાં બ્રહ્મચર્યવ્રતને સહુથી વધુ કઠિન દર્શાવી અપરિગ્રહથી પૃથક્ સ્વતંત્રવ્રતના રૂપમાં માન્ય કરવામાં આવેલું હતું. એ સિવાય બીજી અનેક કુપ્રવૃત્તિઓ સાધુ સંપ્રદાયમાં વધી રહી હતી.
૧ જુઓ – પૃ. ૨૫૭, પા. ટિ. ૧. ૨ ઉ. ૫. પ-, ૯-૧૦, ૭. પ-૭, રર, ૧૦. ૨૦, ૧૭. ૧, ૧૪, ૧૬, ૩૪.
૨૧-૩૨ વગેરે 3 अहं च भोगरायस्स तं चासि अंधगवण्हिणी । मा कुले गंधणा होमो संजमं निहुओ चर ।।
–૩. રર. ૪૪. તથા જુઓ – પૃ. ર૩૮, પા. ટિ. ૩. પૃ. ૨૩૯, પા. ટિ. ૧-૩. નારીત્રની પ્રકરણ ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org