________________
૪૨૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૯ રાજ્યકોશની વૃદ્ધિ કરવી એ પણ રાજાની ફરજ છે. રાજાએ કોશવૃદ્ધિ કરવી જરૂરી હતી કારણ કે કોશ ન હોય તો રાજ્ય ચિરસ્થાયી ન બની શકે. તેથી ઈન્દ્ર રાજાને જણાવે છે કે હિરણ્ય, સુવર્ણ, મણિ, મુક્તા, કાંસુ, વસ્ત્ર, વાહન, વગેરેથી કોશવૃદ્ધિ કરવી. કોશવૃદ્ધિમાં સતત પ્રયત્નશીલ રહેવાથી ગ્રંથમાં પૃથ્વીના બધા પદાર્થો મળે છતાં અતૃપ્ત રહેનારના દષ્ટાંત તરીકે ક્ષત્રિયોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
૧) શરણાગતને અભયદાન આપવાનું કાર્ય રાજાઓ કરતા. તેથી મુનિના શરણે આવેલ મૃગને મારનાર રાજા સંજયમુનિની ક્ષમા માંગે છે.
આ રીતે તત્કાલીન રાજ્યવ્યવસ્થાની કંઈક ઝાંખી ગ્રંથને આધારે દશ્યમાન થાય છે.
માનવ – પ્રવૃત્તિઓ : તે સમયે જન-સામાન્યની પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હતી ? આ બાબતમાં કેશિ-ગૌતમસંવાદમાં એક ઉલ્લેખ મળે છે. તેમાં દર્શાવેલ છે કે આદિકાળ (ઋષભદેવનો સમય)ના જીવ ‘ઋજુ જડ” હતા. એટલે કે તેઓ સરળ પ્રકૃતિના તો હતા પણ તેમને અર્થબોધ બહુ કઠિનતાથી થઈ શકતો અર્થાત્ તે સમયની વ્યક્તિ વિનીત હોવા છતાં વિવેકરહિત હતી. તે પછી મધ્યકાળ (શષભદેવ પછી અને મહાવીર સ્વામીના આવિર્ભાવ પહેલા)ના જીવ “જુપ્રાજ્ઞ” હતા. એટલે કે સરળ પણ હતા અને પ્રાજ્ઞ પણ હતા. અર્થાતુ થોડા સંકેત માત્રથી સમજી જતા તથા વિનીત પણ હતા. પરંતુ મહાવીર સ્વામીના સમયના એટલે કે જ્યારે ઉત્તરાધ્યયનસૂત્રનું સંકલન થયું તે સમયના જીવ “વક્રજડ' હતા. એટલે કે તેઓ કુતર્ક કરનારા તથા વિવેકહીન હતા. તેઓ ધાર્મિક ઉપદેશને
१ हिरण्णं सुवण्णं मणिमुत्तं कंसं इसं च वाहणं ।
कोसं वड्डावइत्ताणं तओ गच्छसि खत्तिया ।।
–૩. ૯, ૪૬.
२ न निविज्जति संसारे सबढेसु व खत्तिया ।
૩. ૩. ૫.
તથા જુઓ - ઉ. ૯. ૪૯ ૩ જુઓ – પૃ. ૪ર૧, પા. ટિ. ૨. ઉ. ૧૮. ૭, ૧૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org