________________
પ્રકરણ ૭ : સમાજ અને સંસ્કૃતિ
૪૨૭ ઉલ્લેખ છે કે દયુ અને પ્લેચ્છોની સંખ્યા ખુબ પ્રમાણમાં જોવા મળતી હતી. ચોર દિવાલ કોરીને ચોરી કરતા હતાં. પકડાયેલ ચોરને રાજા શિક્ષા કરતો. ફાંસીની સજા કરતાં પહેલાં અપરાધીને અમુક નિશ્ચિત પ્રકારનો પહેરવેશ પહેરાવવામાં આવતો જેથી માણસો તેને ઓળખી શકે. તેથી સમુદ્રપાલ જ્યારે વધસ્થાને લઈ જવાતા વધયોગ્ય ચિહનવાળા ચોરને જુએ છે ત્યારે વૈરાગ્ય ધારણ કરે છે. કોઈ કોઈ વાર સાચો અપરાધી છટકી જતો અને નિરપરાધીને સજા થતી.
૬ રાજ્યનો વિસ્તાર કરવા માટે તથા પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ઉદંડ રાજાઓને વશ કરવા માટે (મોટો) રાજા પ્રયત્ન કરતો.
૭ લોક હિતકારક મોટા મોટા યજ્ઞો પણ રાજા કરાવતા અને શ્રમણબ્રાહ્મણોને ભોજન-પાન કરાવતા.
૮ રાજા સ્વ-પરાક્રમથી પ્રાપ્ત થયેલ વસ્તુનો જ ઉપભોગ કરતો. તેથી ઈન્દ્ર નમિરાજાને કહે છે કે આપ ગૃહસ્થાશ્રમમાં જ રહો, અન્ય (સન્યાસ) આશ્રમની અભિલાષા ન રાખો કારણ કે સન્યાસાશ્રમમાં યાચનાપૂર્વક જીવન પસાર કરવું પડે છે. બીજા પાસે યાચના કરવી એ ક્ષત્રિયધર્મથી વિરુદ્ધ છે.
१ बहवे दसुया मिलेक्खुया ।
–૩. ૧૦. ૧૬.
२ तेणे जहा संधिमुहे गहीए ।
–૩. ૪. ૩.
3 वज्झमंडणसोभागं वज्झं पासइ वज्झगं ।
-૩. ૨૧. ૮.
४ असई तु मणुस्सेहिं मिच्छादंडो पजुञ्जई ।
अकारिणोऽत्य बझंति मुच्चई कारओ जणो ।
–૩. ૯. ૩૦.
૫ જુઓ – પૃ. ૪૨૪, પા. દિ. ૪. ૬ જુઓ – પૃ. ૪૦૬, પા. દિ. ૪. ૭ જુઓ – પૃ. ૨૩૫, પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org