________________
૪ર૬
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન ૩ શત્રુઓના આક્રમણાથી રાજ્યની સુરક્ષા કરવા માટે કિલ્લા, ગોપુર (કિલ્લાના દરવાજા), અટારીઓ, ખાઈ, ઉસૂલકા (કિલ્લાની ખાઈ), શતની (બંદૂક), ધનુષ, અર્ગલા, નગર, કેતન, તીર વગેરે બનાવવાં જોઈએ. આ ઉપરાંત, રાજાએ અન્ય શસ્ત્રાદિનું પણ નિર્માણ કરાવવું પડતું હતું. ગ્રંથમાં એવાં અનેક શસ્ત્રોનો ઉલ્લેખ મળે છે. જેમ કે : અસિ (અતસી પુષ્પના રંગની તલવાર),કરપત્ર (કરવત), કકચ (ખાસ પ્રકારની કરવત), કુહાડી, કલ્પની, ગદા, ત્રિશૂળ, સૂરિકા, મુસલ, મુગર, ભાલા, પરશુ, અંકુશ (હાથીને કાબુમાં રાખવા), તૂરી (વાજિંત્ર), લોહરથ, રથની ઘરી વગેરે.
૪ વાસ્તુકળા વગેરના વિકાસ માટે વિવિધ પ્રકારના અલંકૃત મહેલોનું નિર્માણ પણ રાજાઓ કરાવતા. રાજ્યમાં વાસ્તુકળાનો વિકાસ કરાવવામાં રાજા જ સમર્થ હતો કારણ કે આવા મહેલો ખૂબ જ ખર્ચ કરવાથી નિર્મિત થતા. એવા કેટલાક મહેલોનો ઉલ્લેખ ગ્રંથમાં પણ મળે છે.
૫ ચોરી કરનારા (આમોષ), ડાકુ, રસ્તામાં લૂંટ ચલાવનાર લુંટારા, તથા તસ્કર વગેરેથી નગરનું રક્ષણ કરવાની ફરજ પણ રાજાની હતી. ગ્રંથમાં
१ पागारं कारइत्ता णं गोपुरट्टालगाणि य । उस्सूलग सयग्धीओ तओ गच्छसि खत्तिया ।।
–3. ૯. ૧૮. તથા જુઓ ઉ. ૯, ૨૦-રર. ૨ ઉ. ૧૯. ૩૮, પર, ૫૬-૫૭, ૬૦, ૬-૬૩, ૬૭-૬૮, ૬૯, ૧૪. ર૧,
૨૦. ૪૭. ૪૭, ૨૧. પ૭, રર. ૧ર, ૨૭. ૪, ૭, ૩૪. ૧૮. 3 पासाए कारइत्ताणं बद्धमाणगिहाणि य ।। रालग्ग पोइयाओ य तओ गच्छसि खत्तिया ।।
–૩. ૯. ૨૪. ૪ એજન, ઉ. ૯. ૭, ૩૫. ૪, ૧. ર૬, ૧૯. ૩-૪, ૧૩. ૧૩. ५ आमोसे लोमहारे य गंठिभेए य तक्करे । नगरस्स खेमं काऊणं तओ गच्छसि खत्तिया ।।
–૩. ૯. ૨૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org