________________
૪૩૦
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલના
તેથી ગ્રંથમાં, વારે વારે સાધુને સચેત રહેવાનું કહેવામાં આવેલ છે. સત્તરમાં અધ્યયનમાં પતિત-સાધુઓના કંઈક એવા જ ક્રિયા-કલાપોનું વર્ણન કરવામાં આવ્યું છે. ધાર્મિક સંપ્રદાયોમાં જો કે પ્રસ્તુત ગ્રંથમાં તો જેન શ્રમણોના આચારનું જ વર્ણન મળે છે પણ કેટલાક એવા સંકેતો પણ મળે છે જે દ્વારા અન્ય ધાર્મિક સંપ્રદાયોની સ્થિતિનો પણ ખ્યાલ આવે છે. ગ્રંથમાં એમને અસતુ અર્થની પ્રરૂપણા કરનાર, મિથ્યાદષ્ટિ, પાખંડી જેવા શબ્દોથી સંબોધવામાં આવેલ છે. એ સંપ્રદાયોના નામ આ પ્રમાણે છે: ૧ ક્રિયાવાદી (માત્ર ક્રિયાથી મોક્ષ મળે એમ માનનારા), ૨ અક્રિયાવાદી (આત્માની ક્રિયાશીલતામાં વિશ્વાસ ન કરનારા), ૩ વિનયવાદી (પશુ-પક્ષી વગેરે સહુ પ્રત્યે વિનયભાવ રાખનાર), ૪ અજ્ઞાનવાદી (મોક્ષ માટે જ્ઞાનની અપેક્ષા ન સ્વીકારનારાઓ), ૫ શાશ્વતવાદી (વસ્તુને નિત્ય માનનારા). આ સંપ્રદાયોનો ઉલ્લેખ જૈન આગમોમાં વિસ્તૃત રીતે મળે છે.
આવા દાર્શનિક સંપ્રદાયો ઉપરાંત, ગ્રંથમાં બાહ્ય વેશભૂષાના આધારે પાંચ પ્રકારના સાધુ-સંપ્રદાયનો પણ ઉલ્લેખ છે. જેમ કે : ૧ ચીરાજિન (વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરનાર) ૨ નગ્ન (નગ્ન રહેનાર જૈનેતર સાધુઓ) ૩ જટાધારી
१ कुतिस्थिनिसेवए जणे।
–૩. ૧૦. ૧૮. पासंडा कोउगासिया ॥
–૩. ર૩. ૧૯. તથા જુઓ - ઉ. ૧૮. ર૬-ર૭, પર. २ किरियं अकिरियं विणयं अनाणं च महामुणी । एएहि चउहि ठाणेहिं मेयने कि पभासई ॥
–૩. ૧૮, ૨૩. स पुव्वमेवं न लभेज्ज पच्छा एसोवमा सासय वाइयाणं ।
–૩. ૪. ૯. ૩ જુઓ – જે. ભા. સ., પૃ. ૩૭૯, ૪૮, સૂત્રકૃત સૂત્ર ૧. ૧ર. ૧. ४ चीराजिणं नगिणिणं जडी संघाडि मुंडिणं । एयणि वि न तायंति दुस्सीलं परियागयं ।।
–૩. ૫. ર૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org