________________
૩૦૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન થાય છે અને પછી પોતાને થયેલ લાભથી જ સંતુષ્ટ રહે છે.
(ખ) ઉપધિ પ્રત્યાખ્યાન - વસ્ત્રાદિ ઉપકરણોનો ત્યાગ કરવો. આમ કરવાથી સ્વાધ્યાય વગેરે કરવામાં નિર્વિનતાની પ્રાપ્તિ થાય છે તથા આકાંક્ષા રહિત થવાથી વસ્ત્રાદિ માગવા, તેની રક્ષા કરવી વગેરે બાબતનું કષ્ટ થતું નથી.
(ગ) આહાર પ્રત્યાખ્યાન - આહારનો ત્યાગ કરવાથી જીવન પ્રત્યેનું મમત્વ રહેતું નથી અને નિર્મમત્વ થતાં, આહાર વગર પણ તેને કોઈ પ્રકારનું કષ્ટ થતું
નથી.
(૧) યોગ પ્રત્યાખ્યાન - મન, વચન અને કાય સંબંધી પ્રવૃત્તિ (યોગ)ને રોકવી એ યોગ પ્રત્યાખ્યાન છે. તેનાથી જીવ જીવન્મુક્ત (અયોગી)ની અવસ્થાને પ્રાપ્ત કરે છે તથા નવીન કર્મોનું બંધન ન કરતાં પૂર્વ સંચિત કર્મોનો ક્ષય કરે.
(ડ) સદ્ભાવ પ્રત્યાખ્યાન - તેનો અર્થ છે : સર્વ પ્રકારની પ્રવૃત્તિને ત્યાગીને પૂર્ણ વિતરાગતાની અવસ્થાને પ્રાપ્ત કરવી. આમ થવાથી જીવ બધાં પ્રકારનાં કર્મોને નષ્ટ કરી મુક્ત થઈ જાય છે".
१ संभोगपच्चक्खाणेणं आलंवणाई खवेइ ।...सएणं लाभेणं संतुस्सइ परलाभं નો માસાઃ |
–૩. ર૯. ૩૩. २ निरूवहिए णं जीवे निक्कंखी उवहि मंतरेणं य न संकिलिस्सई ।
–૩. ર૯. ૩૪. 3 आहारपच्चरखाणेणं जीवियासंसप्पओगं वोच्छिदइ ।
–૩. ર૯. ૧૫. ४ जोगपच्चक्खाणेणं अजोगत्तं जणयइ । अजोगी णं जीवे नवं कम्मं न बंधइ, पृवबद्धं निज्जरेइ ।
–૩. ર૯. ૩૭. ५ सम्भावपच्चक्खाणेणं अणियट्टि जणयइ...सव्वदुक्खाणमंतं करेइ ।
–8. ૨૯. ૪૧. તથા જુઓ ઉ. ૨૯. ૪૨, ૪૫. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org