________________
૨૩૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
ચારિત્રના વિભાજનનો બીજો પ્રકાર : સદાચારનું પાલન કરનાર ગૃહસ્થ અને સાધુની દષ્ટિએ ગ્રંથમાં અન્ય રીતે પણ ચારિત્રનું વિભાજન કરવામાં આવેલ છે. તેને ગૃહસ્થાચાર અથવા સાધ્વાચારના નામે પણ વ્યક્ત કરવામાં આવેલ છે. આ પ્રકારના વિભાજનનો અર્થ એવો નથી કે ગૃહસ્થાચાર અને સાધ્વાચાર એક બીજાથી પૃથ-પૃથક્ છે પરંતુ, ગૃહસ્થાચાર સાધ્વાચારની પ્રારંભિક અભ્યાસાવસ્થા છે. ગૃહસ્થ સામાજિક અને કુટુંબ સંબંધી કાર્યો કરે છે જ્યારે સાધુ અહિંસાદિ પાંચ પ્રકારોનું સ્થૂળરૂપે પાલન કરે છે. જ્યારે સાધુ તે અહિંસાદિ વ્રતોનું સૂક્ષ્માતિસૂક્ષ્મરૂપે પાલન કરે છે. ગૃહત્યાગી સાધુનો સમાજ કે કુટુંબ સાથે કોઈ ખાસ સંબંધ રહેતો નથી. એ
સ્થિતિ (આ ગુણસ્થઆન માત્ર ઉપશમ શ્રેણીવાળા જીવને જ હોય છે). ૧ર ક્ષણ-મોહ : જેણે સંપૂર્ણ મોહનીય કર્મોને હંમેશ માટે નષ્ટ કરેલ છે. ૧૩ સયોગકેવલી : જે મન-વચન-કાયની ક્રિયા યોગ)થી મુક્ત છે એવા કેવળજ્ઞાની (જીવન્મુક્ત)જીવનની સ્થિતિ અને ૧૪ અયોગ-કેવલીઃ બધા પ્રકારની ક્રિયાઓથી રહિત કેવલજ્ઞાની (જીવન્મુક્ત)ની ચરમાવસ્થા.
જીવની આ ચૌદ અવસ્થાઓમાંથી મિથ્યાદષ્ટિ બધાથી નીચી કોટિવાળા આચારવાળી વ્યક્તિ છે. તથા અયોગ-કેવલી સર્વોચ્ચ સદાચાર સંપન્ન જીવ છે. તેમાં ઉત્તરોત્તર સંસારના વિષયોમાંથી મમત્વ (મોહ) ઘટતું ગયેલું હોય છે. વસ્તુતઃ સદાચારનો વિકાસ ચોથી અવસ્થાથી શરૂ થાય છે અને ક્ષીણામોહની અવસ્થામાં પૂર્ણ થઈ જાય છે. અંતિમ બે અવસ્થાઓ મન-વચન-કાયની ક્રિયા (યોગ)થી સહિત તથા રહિત એવા બે પ્રકારના જીવન્મુક્તોની છે. આ રીતે સામાયિક ચારિત્ર કથંચિત્ ચોથા અને પાંચમા ગુણસ્થાનમાં છે, દોષ સ્થાપના ચારિત્ર છઠ્ઠા અને સાતમામાં, પરિહાર વિશુદ્ધિ ચારિત્ર આઠમા અને નવમામાં, સૂક્ષ્મસંપરાય ચારિત્ર દસમામાં અને યથાખ્યાત ચારિત્ર અગિયારમાથી અંત સુધીમાં પ્રાપ્ત થાય છે. છેવટની બે અવસ્થાઓનું વર્ણન “મુક્તિના પ્રકરણમાં કરવામાં આવશે.
हुमो समवा समवाय १४; गोमाट्टसार जीवकाण्ड, परिच्छेद १.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org