________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
ક. જલચર તિર્યંચ-જળમાં હાલવા-ચાલવાને કારણે તેને જળચર તિર્યંચ કહેવામાં આવે છે. તેના પાંચ પ્રકારો ગણાવવામાં આવ્યા છે. તેનાં નામ આ પ્રમાણે છે-મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મક૨ અને સંસુમાર
ખ. સ્થળચર તિર્યંચ- ભૂમિમાં ગતિ કરતાં હોવાથી તેને સ્થળચર તિર્યંચ કહેવામાં આવે છે. તેમાં કેટલાંક ચાર પગ વાળાં (ચતુષ્પાદ) અને કેટલાંક સરકનારાં (પરિસર્પ) છે. ચાર પગવાળામાં કેટલાંક એક ખરીવાળાં છે. (જેમકે અશ્વ વગેરે). કેટલાંક બે ખરીવાળાં છે (જેમકે ગાય વગેરે). કેટલાંક વર્તુળાકાર (ગંડીપદ-ગોળ પગવાળાં) છે (જેમકે હાથી વગેરે). તથા કેટલાંક નખયુક્ત પગવાળાં (સનખપદ) છે (જેમકે સિંહ વગેરે પશુ). સરકનારા જીવોમાં કેટલાંક ભુજાઓની સહાયથી સરકે છે (ભુજપરિસર્પ) જેમકે ઘો, ગરોળી વગેરે) અને કેટલાંક વક્ષસ્થળની સહાયથી સરકે છે. (ઉર:પરિસર્પ જેમકે સર્પ વગેરે)
ગ. નભચર તિર્યંચ-આકાશમાં સ્વચ્છંદ રીતે વિચરવામાં સમર્થ જીવને નભચર તિર્યંચ કહેવામાં આવે છે. એવા જીવ મુખ્યત્વે ચાર પ્રકારના દર્શાવાયાં છે: ૧. ચર્મપક્ષી (ચામડાની પાંખવાળાં જેમકે ચામાચિડીયા) ૨. રોમપક્ષી (હંસ, ચકલી વગેરે) ૩. સમુદ્ગ પક્ષી (જેની પાંખ કાયમ અવિકસિત રહે છે અને ડબાના આકારની જેમ ઢંકાયેલી રહે છે) અને ૪. વિતતપક્ષી (જેની પાંખ સદાકાળ માટે ખુલ્લી રહે
છે.)
૧૦૬
१. मच्छा य कच्छपा य गाहा य मगरा तहा ।
सुसुममारा य बोधव्वा पंचहा जलयराहिया ||
२ चउप्पया य परिसप्पा दुविहा थलयरा भवे । चउप्पया चउविहा ते मे कित्तयओ सुण || एगखुरा दुखुरा चेव गंडीपय सणप्पया ।
यमाई गोणमाई गयमाई सीहमाइणो || भुओरगपरिसप्पा य परिसप्पा दुविहा भवे । गोहाई अहिमाई य एक्केक्का रोगहा भवे ॥
3 चम्मे उलोमपक्खी य तइया समुग्गपक्खिया । विययपक्खी य बोधव्वा पक्खिणो य चउव्विहा ||
Jain Education International
For Private & Personal Use Only
-૩. ૨૬. ૧૭૨.
--૩. ૩૬. ૧૭૨-૬૮૬.
-૩. ૩૬. ૧૮૭.
www.jainelibrary.org