________________
પ્રકરણ ૨ : સંસાર
૧૪૧
આર્યસત્યમાં પ્રથમ સત્ય “સંસારની દુ:ખરૂપતા'ને ગોલ છે.
દુઃખરૂપ સંસારની કારણ-કાર્ય પરંપરા : ઉપર્યુક્ત વિવેચનથી જાણી શકાય છે કે આ સંસારમાં દુઃખ જ સત્ય છે. તેમાં જે સુખાનુભૂતિ થાય છે તે માનસિક, ક્ષણિક, કલ્પનાપ્રસૂત અથવા આભાસ માત્ર છે. કારણ વગર તો કાર્ય સંભવે નહીં તેથી આ દુ:ખોનું પણ કારણ તો અવશ્ય હોવું જોઈએ. આ દુઃખોનાં કારણો વિશે વિચાર કરતાં, ગ્રંથમાં વિભિન્ન પ્રકારે તેની કારણ-કાર્ય શૃંખલાનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ પ્રતિપાદનમાં, વિભિન્નતા હોવા છતાં પણ એક પ્રકારની એકતા અને સાંમજસ્ય જોવા મળે છે. આ કારણ-કાર્ય-પરંપરા આ પ્રમાણે છે :
જન્મ-મરણ - જન્મ-મરણ પ્રાપ્ત કરવા એ સંસારના દુ:ખનું કારણ છે. જો જીવનો જન્મ જ ન થયો હોય તો રોગાદિજન્ય પીડા પણ તેને ન થાય કારણ કે જન્મ પ્રાપ્ત કરનારને માટે દુ:ખ અને મૃત્યુ વગેરે અવશ્યભાવી છે. માટે ગ્રંથમાં રોગાદિજન્મ દુ:ખની જેમ જન્મને પણ દુ;ખરૂપ કહેવામાં આવેલ છે.
શુભાશુભ-કર્મબન્ધન - વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ શુભાશુભ-કર્મ (અદશ્ય-ભાગ્ય) પણ આ જન્મ-મરણરૂપ સંસારનું કારણ છે. જ્યારે જીવ અહિંસા, દયા, દાન વગેરે સારાં કાર્યો કરે છે ત્યારે તેને પુણ્યના પ્રભાવથી સ્વર્ગાદિમાં જન્મ પ્રાપ્ત થાય છે. જો તે હિંસા, જુઠ, ચોરી વગેરે ખોટાં કાર્યો
૧ જુઓ – પ્રકરણ ૩ २ रागो य दोसो वि य कम्मवीयं कम्मं च मोहप्पभवं वयंति । कम्मं च जाई मरणस्स मूलं दुक्खं च जाईमरणं वयंति
–૩. ૩૨. ૭. ૩ જુઓ - મૃ. ૧૩૪ પા. ટિ. ૪, ૪ જુઓ - મૃ. ૧૪૧ પા. ટિ. ૨; ૬. ૩. ૨, ૫, ૬, ૪. ૨, ૭. ૯૯,
૧૦. ૧૫, ૧૩-૧૯-૨૦ ૧૪. ૨, ૧૯, ૧૮. ૨૫, ૧૯-૧૦-ર૦, રર. પ૬, ૫૮, ર૦ ૪૭, ૨૧. ૨૪, ૨૫. ૪૧, ૩૨. ૩૩, ૩૩, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org