________________
૧૪૨
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કરે તો પાપકર્મોના પ્રભાવથી નરકાદિમાં જન્મ લે છે. દુરાત્માની બાબતમાં ગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે તે પોતાનો કંઠ કાપનાર દુશ્મન કરતાં પણ પોતાનું અધિક અનિષ્ટ કરે છે. આ હકીકતનો ખ્યાલ મૃત્યુ સમયે જ્યારે તે પશ્ચાતાપથી સંતાપ પામે છે ત્યારે જ તેને આવે છે`. એ સાચું કે પુણ્યકર્મના પ્રભાવથી સાંસારિક સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે પરંતુ જન્મ-મરણની બાબતમાં તો બંને એટલે કે પાપ-પુણ્યનું કારણપણું એક સરખું છે.
મનોજ્ઞામનોજ્ઞ વિષયોમાં રાગ-દ્વેષ-બુદ્ધિ- કર્મબન્ધન કેમ થાય છે ? તેનું આ કારણ છે : મનોજ્ઞ (પ્રિય) વસ્તુમાં રાગ (મમત્વ આસક્તિ) અને અમનોજ્ઞ (અપ્રિય) વસ્તુમાં દ્વેષ બુદ્ધિ. જ્યારે જીવ કોઈ વસ્તુમાં રાગ કે દ્વેષ કરે છે ત્યારે તે પોતાના રાગ-દ્વેષને કારણે દુ:ખી થાય છેૐ. આમ રાગ-દ્વેષ સાક્ષાત્ દુઃખના કારણ હોવા છતાં કર્મબંધનના કારણ છે કારણ કે રાગદ્વેષને લીધે જીવ હિંસા, અસત્ય, ચોરી આદિ પાપ-ક્રિયાઓ તથા દયા, દાન
१. न तं अरी कंठछेत्ता करेइ जं से करे अप्पणिया दुरप्पा । से नाहिई मच्चमुहं तु पत्ते पच्छाणुतावेण दयाविहूणो ॥
૧૩. ૨૦, ૪૮.
૨ જુઓ – પૃ. ૧૪૧ પા. ટિ. ૨, ઉ. ૪-૧૨-૧૩, ૮. ૨, ૨૯. ૬૨, ૭૧, ૩૦. ૧, ૪, ૩૧. ૩, ૩૨-૯, ૧૯, ૨૫-૩૦, ૩૨. ૩૩, ૩૮. ૩૯, ૪૧, ૪૬, ૫. ૧, ૫૨, ૫૯, ૬૪, ૬૫, ૭૨, ૭૭. ૭૮, ૮૫, ૯૦-૯૧, ૯૮, ૧૦૦-૧૦૧.
અહીં ક્યાંક રાગ-દ્વેષ ને પૃથક-પૃથક, ક્યાંક એક સાથે, ક્યાંક મોહાદિની સાથે કર્મના કારણ તરીકે દર્શાવેલ છે. ક્યાંક ક્યાંક રાગ-દ્વેષને સાક્ષાત્ સંસાર કે દુ:ખના હેતુ ગોલ છે.
3 रूवेसु जो गिद्धिमुवेइ तिव्वं अकालियं पावइ से विणासं । रागाउरे से जह वा पयंगे अलोयलोले समुवेइ मच्चुं ॥ जे यावि दोसं समुवेइ तिव्वं तंसि क्खणे से उ उवेइ दुक्खं । दुद्दन्तदोसेण सएण जन्तू न किंचि रूवं अवरज्झई से ।
Jain Education International
For Private & Personal Use Only
---૩. ૩૨. ૨૪. ૨૫.
www.jainelibrary.org