________________
પ્રકરણ ૨ : સંસાર
૧૪૩
વગેરે પુણ્ય-ક્રિયાઓ કરે છે, આ પાપ અને પુણ્ય-ક્રિયાઓ કરવાથી અનુક્રમે પાપ અને પુણ્ય કર્મોનું બંધન થાય છે. અહીં એક વાત નોંધપાત્ર છે કે દ્વેષના મૂળમાં પણ રાગ જ કારણરૂપે કાર્ય કરે છે કારણ કે અમનોજ્ઞ વસ્તુમાં જે દ્વેષ થાય છે તેના મૂળમાં પણ કોઈને કોઈ પ્રત્યે રાગની ભાવના અવશ્ય રહેલી હોય છે. જે વ્યક્તિએ ક્યારેય કોઈ પ્રત્યે રાગ (પ્રેમ) ન કર્યો હોય અને માત્ર દ્વેષ, ક્રોધ અને ધૃણા જ કરવાનું જાણ્યું હોય તેને પણ પોતાના ક્રોધી સ્વભાવ પ્રત્યે રાગ જરૂર હોય છે નહિ તો તે પોતાની ઈચ્છાથી પ્રતિકૂળ આચરણ કરનાર પ્રત્યે કદિ દ્વેષ ન કરે. ભગવાન મહાવીર પ્રત્યે કરવામાં આવેલ રાગ પણ પુય-કર્મના બંધ માટેનું કારણ છે. તેથી ગ્રંથમાં ગૌતમ ગણધરને અનુલક્ષીને ભગવાને કહ્યું છે “હે ગૌતમ, મારા પ્રત્યે મમત્વ રાખ નહીં.”
હવે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે રાગ-દ્વેષનું કારણ શું છે ? શું મનોજ્ઞ વસ્તુ રાગનું અને અમનોજ્ઞ વસ્તુ દ્વેષનું કારણ છે ? આ બાબતમાં, ગ્રંથનો સ્પષ્ટ મત છે કે જો કે મનોજ્ઞ અને અમનોજ્ઞ વસ્તુમાં અનુક્રમે રાગ અને દ્વેષની ભાવના ઉત્પન્ન થાય છે પણ આ મનોજ્ઞામનોજ્ઞ વિષય રાગવાનું વ્યક્તિ માટે જ અનુક્રમે રાગ અને દ્વેષનું સર્જન કરે છે, વિતરાગીને રાગ કે દ્વેષ થતાં નથી. આમ, રૂપાદિ વિષય ન તો રાગ-દ્વેષને શાંત કરે છે કે ન તો તેની ઉત્પત્તિમાં કારણ છે પરંતુ જે જીવ આ વિષયોમાં રાગ અથવા દ્વેષ કરે છે તે જ સ્વયંના રાગ અથવા દ્વેષને કારણે વિકૃતિ પ્રાપ્ત કરે છે. તેમાં રૂપાદિ વિષયોનો કોઈ
१ वोच्छिदं सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं ।
से सव्वसिणेहवज्जिए समयं गोयम मा पमायए ॥
–૩. ૧૦. ૨૮.
२ चत्तपुत्तकलत्तस्स निव्वारस्स भिक्खुणो । पियं न विज्जइ किंचि अप्पियं पि न विज्जई ॥ एगंतरत्ते रुइरंसि रूवे अतालिसे से कुणई पओसं । दुक्खस्स संपीलमुवेइ बाले न लिप्पई तेण मुणी विरागो ।।
–૩. ૩૨. ર૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org