________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
દોષ નથી. એથી પ્રવ્રજ્યા લેતી વખતે નમિરાજર્ષિને જ્યારે ઈન્દ્ર કહે છે ‘આપનું અંત:પુર સળગી રહ્યું છે’ ત્યારે પણ તે પોતાના સંકલ્પથી ચલિત થતા નથી. જો એમના સ્થાને કોઈ રાગવાન પુરુષ હોત તો અવશ્ય રાગને કારણે અંતઃપુરની રક્ષા વગેરે કરત તથા દ્વેષને કારણે અંતઃપુરમાં આગ લગાડનારને સજા આપવાનો પ્રયત્ન કરત. વળી ક્યા વિષયો મનોજ્ઞ છે અને કયા અમનોજ્ઞ છે ? આનો ઉત્તર આપવો સરળ નથી કારણ કે કોઈ એક વિષય કોઈકને મનોજ્ઞ લાગે અને બીજાને તે જ વિષય અમનોજ્ઞ લાગે તો ત્રીજાને વળી તે ઉપેક્ષણીય પણ લાગે. માટે, મનોજ્ઞામનોશ વિષયોને ક્રમશઃ રાગ અને દ્વેષના કારણ ન માની શકાય. જો આમ ન માનીએ તો વીતરાગી અને મુક્ત જીવને પણ રાગાદિ થવાં જોઈએ કારણ કે મનોશામનોશ વિષયો તેમની સમક્ષ પણ રહેતા હોય છે. આ ઉપરાંત, વ્યક્તિનું કર્મ કરવાના વિષયમાં જે સ્વાતંત્ર્ય છે તે પણ સમાપ્ત થઈ જાય.
૧૪૪
w
અજ્ઞાન - જ્યારે મનોજ્ઞ અને અમનોજ્ઞ વિષયો અનુક્રમે રાગ અને દ્વેષના કારણ નથી તો પછી તેનું કારણ શું છે ? આ વિષયમાં ગ્રંથનો મત છે કે
१. न कामभोगा समयं उवेति न यावि भोगा विगई उवेंति । जे तप्पओसी व परिग्गही य सो तेसु मोहा विगई उवे ॥
—–૩. ૩૨. ૧૦૧.
અહીં મનોજ્ઞામનોજ્ઞ વિષયોને જે રાગાદિના અહેતુ દર્શાવ્યા છે તે ઉપાદાનકારણની દૃષ્ટિએ છે કારણ કે તેમાં નિમિત્ત કારણપણું અવશ્ય રહેલું છે. જો એમ ન હોત તો એ વિષયો ઉપસ્થિત થતાં રાગાદિ વિકાર ન થાત. વળી, ગ્રંથકારે કહ્યું છે કે વિષયભોગ ઝેરી ફળ જેવો છે એ કથનની સંગતિ કેવી રીતે બેસત ?
૨ ૬, ૯. ૧૨-૧૬
૩ જેમ સોળ વર્ષની મૃત્યુ પામેલી સુંદર બાળાને જોઈ કોઈ કામુક યુવક રાગાભિભૂત થઈ કહે છે ‘અહો, કેટલી સુંદર હતી ?', શત્રુ દ્વેષવશ કહે છે, ‘સારું થયું કે મરી ગઈ.’ પણ એક વીતરાગી સાધુ સંસારની અસારતાનો વિચાર કરતાં, ઉપેક્ષાભાવ રાખે છે. આમ એક જ વિષય કામુક વ્યક્તિને મનોજ્ઞ, શત્રુને અમનોજ્ઞ અને વીતરાગી સાધુને ઉપેક્ષણીય લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org