________________
પ્રકરણ ૨ : સંસાર
૧૪૫
રાગની ઉત્કટ અવસ્થારૂપી મોહ (મૂર્છાભાવ) જ રાગ દ્વેષનો જનક છે. આ મોહ પણ અજ્ઞાનમૂલક રાગની ઉત્કટાવસ્થારૂપ મૂર્છાભાવ સિવાય બીજું કંઈ નથી. મોહ રાગાત્મક હોવાથી ગ્રંથમાં ક્યાંક ક્યાંક રાગ-દ્વેષની સાથે મોહને પણ કર્મબંધ અને દુઃખના કારણ તરીકે દર્શાવવામાં આવેલ છે?.
આ મોહ અજ્ઞાનમૂલક હોવાથી મોહના પણ મૂળ કારણ તરીકે અજ્ઞાન (અવિદ્યા)ને સ્વીકારવામાં આવેલ છે. તેથી ગ્રંથમાં કહેવાયું પણ છે કે પુરુષ જ્ઞાન વગરનો છે તે સર્વ દુઃખોત્પત્તિનું સ્થાન બનેલ છે અને તે મૂઢ થઈને અનંત સંસારમાં અનેકવાર (જન્મ-મરણ પામીને) પીડિત થાય છે. જેઓ જ્ઞાનવાળા છે તેઓ બંધનના કારણોને જાણીને સત્યની શોધ કરે છે અને સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખે છે.
તૃષ્ણા અને લોભ અજ્ઞાન અને મોહની વચ્ચે જે બે અન્ય કારણોને ગ્રંથમાં દર્શાવવામાં આવ્યા છે તેનાં અનુક્રમે નામ છે : તૃષ્ણા અને લોભTM. १ अमोहणे होइ निरंतराए ।
–
તથા જુઓ - પૃ. ૧૪૧, પા. ટિ. ૨; ૧૪૬ પા. ટિ. ૨; ૩. ૫. ૨૬, ૮. ૩, ૧૪. ૨૦, ૧૯. ૭, ૨૧. ૧૯ વગેરે २. रागं च दोसं च तहेव मोहं उद्धत्तुकामेण समूलजालं ।
તથા જુઓ પૃ. ૧૪૧ પા. ટિ. ૨; પૃ. ૧૪૫ પા. ટિ. ૪; 3 जावन्ताविज्जा पुरिसा सव्वे ते दुक्खसंभवा ।
पन्ति बहुसो मूढा संसारम्मि अणन्त ॥ समिक्ख पंडिए तम्हा पासजाइपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेति भूएस कप्पए ।
जहा वयं घम्ममजाणमाणा पावं पुरा कम्ममकासि मोहा ||
તથા જુઓ - ઉ. ૨૮. ૨૦, ૨૯-૫-૬, ૭૧ વગેરે ४ दुक्खं हयं जस्स न होइ मोहो मोहो हओ जस्स न होइ तहा तहा हया जस्स न होइ लोहो लोहो हओ जस्स न किंचणाई ।
Jain Education International
For Private & Personal Use Only
•
૧૩. ૩૨. ૧૦૯.
૧૩. ૩૨. ૯.
૩. ૬. ૧-૨.
૧૩. ૧૪. ૨૦.
-૩. ૩૨. ૮.
www.jainelibrary.org