________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧ બકરાનું દૃષ્ટાંત : જે પ્રકારે બહારથી આવનાર પ્રિય અતિથિના ભોજનને નિમિત્તે કોઈ બકરાને પોતાના માલિક દ્વારા વિવિધ પ્રકારના પકવાનોથી પાળવામાં તથા પોષવામાં આવે છે અને પછી તે હૃષ્ટપુષ્ટ થઈ જાય ત્યારે તથા અતિથિનું આગમન થાય ત્યારે તેને મારી નાખવામાં આવે છે એ જ પ્રકારે વિષયાસક્ત જીવ પણ મૃત્યુરૂપી અતિથિ આવી ચડે ત્યારે મૃત્યુને પ્રાપ્ત કરીને દુ:ખી થાય છે.
૧૪૦
:
૨ કાકિણી (સહુથી નાનો સિક્કો)નું દૃષ્ટાંત ઃ જેમ એક કાકીના લોભને ખાતર કોઈ જીવ હજારો મુદ્રાઓ ખોઈ નાખે છે તેમ જ થોડા ક્ષણિક-સુખ પાછળ મનુષ્ય હજારગણાં વધારે સુખોને ગુમાવી દે છે.
૩ આમ્રફળનું દૃષ્ટાંત : જેમ કોઈ રાજા ચિકિત્સક દ્વારા વારંવાર મના કરવામાં આવે છતાં અલ્પમાત્ર સ્વાદના લોભને કારણે આમ્રફળ (કેરી) ખાઈને મરી જાય તેમ થોડા સ્વાદના લોભને લીધે જીવ પોતાના બહુમૂલ્ય જીવનને ગુમાવી બેસે છે.
૪ ત્રણ વેપારીનું દૃષ્ટાંત : કોઈ ત્રણ વેપારી વેપાર અર્થે વિદેશમાં જઈ ધન કમાય છે. તેઓમાંથી એક મૂળ ધનને સુરક્ષિત રાખીને, બીજો મૂળધનમાં વધારો કરીને અને ત્રીજો મૂળધનને વિનષ્ટ કરીને પાછા ફરે છે. એ રીતે આ જીવ પણ મનુષ્યજન્મરૂપી મૂળધનને લઈને ચતુર્ગતિરૂપ સંસારમાં ભ્રમણ કરે છે. જો મૂળધનમાં વૃદ્ધિ કરે તો સ્વર્ગગતિને પામે છે જો મૂળધનનો વિનાશ કરે તો તિર્યંચ કે નકગતિમાં જાય છે.
ઉપર્યુક્ત ચાર દૃષ્ટાંતો સમજ્યા પછી પણ જો કોઈ સમ્યક્ આચરણ ન કરે અને વિષયોમાં જ આસક્તિ રાખે તો તે કરુણાયોગ્ય, લજ્જાળુ, દીન અને અપ્રીતિનું પાત્ર બને છે.
આ પ્રકારે અન્ય ભારતીય ધાર્મિક-ગ્રંથોમાં છે તેમ પ્રસ્તુત ગ્રંથમાં પા સંસારને દુઃખોથી ભરેલો વ્યક્ત કરવામાં આવેલ છે. એમાં જે સુખની અનુભૂતિ થાય છે તે કાલ્પનિક અને ક્ષણિક છે. ભગવાન બુદ્ધે પણ પોતાનાં ચાર
१ आवज्जई एवमणेगरूवे एवंविहे कामगुणेसु सत्तो । अत्र य एयप्पभये विससे कारुण्णदीणे हिरिये वइस्से ||
૨
मनुस्मृति ४. १६० ; भर्तृहरि - वैराग्यशतक ।
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૩૨. ૧૦૩.
www.jainelibrary.org