________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૫૫
ઈન્દ્રઃ ગૃહસ્થાશ્રમ છોડી સન્યાસાશ્રમમાં જવું યોગ્ય નથી. નમિ : સર્વવિરતિરૂપ શ્રમહાદીક્ષા કરતાં ચડિયાતો કોઈ ધર્મ નથી. ઈન્દ્ર : કોશવૃદ્ધિ કર્યા પછી દીક્ષા લેવી જોઈએ.
નમિ : અનંત ધન પ્રાપ્ત કર્યા છતાં લોભીની ઈચ્છાઓ શાંત પડતી નથી. તેથી ધનસંગ્રહ કરવાનું શું પ્રયોજન ?
ઈન્દ્ર : અસત અને અપ્રાપ્ત ભોગોની લાલસા કરતાં મેળવેલા અદ્ભુત ભોગોને ત્યાગવા ઉચિત નથી.
નમિ : કામ-ભોગોની લાલસાથી મેં મેળવેલ ભોગોને છોડ્યા નથી કારણ કે એની ઈચ્છા માત્ર દુર્ગતિનું કારણ છે.
આ રીતે બ્રાહ્મણ વેષધારી ઈન્દ્ર રાજા નમિની શ્રમણ ધર્મમાં દઢ આસ્થા જોઈ પોતાનું વાસ્તવિક રૂપે પ્રગટ કર્યું અને મધુર વચનોથી રાજા નમિના આશ્ચર્યકારી ગુણોની સ્તુતિ કરતાં કરતાં તેને વંદન કર્યા. ઈન્દ્ર દેવલોકમાં ગયો અને નમિ વધારે નમ્ર બન્યો. પછીથી નમિએ શ્રમહાદીક્ષા લીધી અને નિર્વાણ પદને મેળવ્યું.
આ પરિસંવાદમાંથી નીચેની મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર પ્રકાશ પડે છે ? ૧ શ્રમણધર્મ એ ગૃહસ્થાશ્રમમાંથી કરવામાં આવેલ પલાયન નથી. ૨ દીક્ષાર્થીએ ગૃહ-કુટુંબની ચિંતા ન કરવી. ૩ અવશીકૃત આત્મા ઉપર મેળવેલ વિજય સહુથી મોટો છે.
૪ સંસારના વિષયભોગ વિષફળ જેવા છે. તે અનંતની સંખ્યામાં મળે તો પણ સુખ આપતા નથી.
૫ શ્રમણધર્મની શ્રેષ્ઠતા અને તેનું પ્રયોજન વ્યક્ત થાય છે. ૬ અહીં દીક્ષાર્થીના મનમાં ઉત્પન્ન થનાર અંતર્લૅન્ડનું સફળ ચિત્રણ થયેલ
૭ અહીં સહેતુક પ્રશ્નોના એવા જ સહેતુક ઉત્તરો આપવામાં આવ્યા છે તેથી એવા પ્રશ્નોના ઉત્તર એ રીતે આપવા જોઈએ.
ચિત્ત-સંભૂત સંવાદ : ચિત્ત અને સંભૂત નામના બે ચાંડાળો હતા. તે બંને મરીને દેવ થયા. તે બંનેમાંથી સંભૂતનો જીવ દેવલોકમાંથી મૂત થઈ કાંપિલ્ય નગરમાં રાણી ચૂલણીના
૧ ઉ. અધ્યયન ૧૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org