________________
૪૫૬
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન
ગર્ભદ્વારા બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે આવિર્ભાવ પામ્યો અને ચિત્તનો જીવ પુરિમતાલ નગરમાં એક વિશાળ શ્રેષ્ઠીના કુળમાં જન્મ્યો. ચિત્તનો જીવ ધર્મનું શ્રવણ કરી સાધુ બન્યો પરંતુ સંભૂતનો જીવ (બ્રહ્મદત્ત) ભોગોમાં આસક્ત રહ્યો. સંયોગવશ ચિત્તમુનિ એક દિવસ ગ્રામાનુગ્રામ ફરતા કાંડિલ્ય નગરમાં પધાર્યા. ત્યાં એક બીજાને જોઈ તેમને જાતિસ્મરણ થયું. ત્યાર પછી સંભૂતના જીવ બ્રહ્મદત્ત ચક્રવર્તી પોતાના પૂર્વજન્મના ભાઈ ચિત્તમુનિનો સત્કાર કરીને બોલ્યા :
સંભૂત (બ્રહ્મદત્ત) : પરસ્પર પ્રેમ ધરાવનાર આપણે બંને ભાઈ પૂર્વભવોમાં ક્રમશઃ દશાર્ણા દેશમાં દાસરૂપે, કલિંજર પર્વત ઉપર મૃગરૂપે, મૃતગંગાના કાંઠે હંસરૂપે, કાશીમાં ચાંડાલરૂપે અને દેવલોકમાં દેવરૂપે એક સાથે જન્મેલા પછી આ છઠ્ઠા ભવમાં આપણે કેમ વિખૂટા પડી ગયા ?
ચિત્ત (ચિત્તમુનિ) : હે રાજા, આપણે બંને સરખા કર્મ કરવાને કારણે પાંચ ભવ સુધી તો એક સાથે જન્મ્યા પણ આ છઠ્ઠા ભવમાં વિખૂટા પડી ગયા કારણ કે તેં ચાંડાલ તરીકેના ભવમાં જે પુણ્ય કર્મ કરેલાં તે ભોગોની અભિલાષાને કારણે કરેલાં એટલે કે અશુભ નિદાનપૂર્વક કરેલાં અને મેં અભિલાષારહિત (નિદાનરહિત) થઈને કરેલાં. આ કારણે એક સરખાં કર્મ કરવા છતાં આપણે બંને ભાઈઓ આ ભવમાં વિખૂટા પડ્યા.
સંભૂત ઃ હું પૂર્વ ભવના પુણ્યકર્મોનું શુભ ફળ સર્વ પ્રકારે ભોગવું છું. શું તમે એ જ પ્રમાણે અનુભવ કરો છો ?
ચિત્તઃ મને પણ તારી જેવો જ સમજી લે. હું એક મહા અર્થ ધરાવતી ગાથા સાંભળી પ્રવ્રજિત થયો છું.
સંભૂત હે ભિક્ષુ ! આ મારું ઘર સર્વ પ્રકારે સમૃદ્ધ છે. તે પણ યથેચ્છ તેનો ઉપભોગ કર. ભિક્ષાચર્યા તો ખૂબ કઠિન છે.
ચિત્ત : હે રાજા ! સંસારના બધા ક્ષણિક ભોગો ક્ષણિક અને સુખાભાસરૂપ છે. દીક્ષામાં એ કરતાં અનેકગણું આર્થિક સુખ છે. તું પણ મારા જેવો બની જા.
સંભૂત હે મુનિ ! હું પણ આપની જેમ જ સમજું છું પણ ચાંડાલ તરીકેના ભવમાં (હસ્તિનાપુરમાં રાજાના એશ્વર્યને જોઈને) કરવામાં આવેલ નિદાનબંધને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org