________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૫૭
કારણે વસ્તુથતિને જાણતો હોવા છતાં હું કાદવમાં ફસાયેલ હાથી કાંઠાને જોયા છતાં જેમ બહાર નીકળી શકતો નથી તેમ કામભોગોને છોડી શકતો નથી.
ચિત્ત ઃ જો તું ભોગોને ત્યાગવામાં અસમર્થ હો તો દયા વગેરે સારા કર્મો કર જેથી તને દેવત્વની પ્રાપ્તિ થાય.
આ રીતે નેહવશ કલ્યાણની ભાવનાથી આપવામાં આવેલ સદુપદેશનો બ્રહ્મદત્ત ઉપર જરાય પ્રભાવ ન પડ્યો ત્યારે મુનિએ ફરીથી કહ્યું, “તારી ભોગોને છોડવાની ઈચ્છા નથી. તું આરંભ અને પરિગ્રહમાં આસક્ત છે. મેં વ્યર્થ આટલો પ્રલાપ કર્યો. હવે હું જાઉં છું.” ત્યાર બાદ બ્રહ્મદત્ત ભોગોની આસક્તિથી અનુત્તર (સાતમા) નરકમાં ગયો અને કામ-ભોગથી વિરક્ત ચિત્તમુનિ અનુત્તર સિદ્ધગતિ (મોક્ષ)ને પામ્યો.
આ પરિસંવાદમાં ઉપરથી નીચે મુજબની બાબતો ઉપર પ્રકાશ પડે છે. ૧ જો કોઈ વ્યક્તિ સાધુ ન બની શકે તો તેણે ગૃહસ્થાધર્મનું પાલન કરવું. ૨ જે ગ્રહણ કરે તેને જ ઉપદેશ આપવો જોઈએ. ૩ કર્મની વિચિત્રતા જોવા મળે છે. ૪ નિદાનબંધનું પરિણામ ખરાબ હોય છે. ૫ વિષય-ભોગો અસાર છે.
મૃગા પુત્ર અને માતા-પિતા સંવાદ : સુગ્રીવ નગરમાં બલભદ્ર રાજા રાજ્ય કરતો હતો. તેની પટરાણીનું નામ મૃગાવતી હતું. તેનો એક પ્રિય પુત્ર નામે બલશ્રી, મૃગાપુત્ર તરીકે જાણીતો થયો. તે સુરમ્ય મહેલોમાં રાણીઓની સાથે દેવ સદશ ભોગો ભોગવતો હતો અને દરરોજ પ્રસન્નચિત્તવાળો જણાતો હતો. એક દિવસ જ્યારે તે રત્નજડિત મહેલમાં બેઠો બેઠો ઝરુખામાંથી નગર તરફ નજર ફેંકતો હતો ત્યારે તેણે અચાનક એક સંયત સાધુને જોયા. તેને અનિમેષ દૃષ્ટિથી જોઈ તેને વિચાર થયો કે મેં પહેલાં પણ ક્યારેક આવું રૂપ જોયેલ છે. પછી સાધુ-દર્શન તથા
૧ ઉ. અથ્યયન ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org