________________
૪૫૮
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
પવિત્ર ચિંતનથી તેને જાતિસ્મરણ થયું. જાતિસ્મરણ થતાં તેને પોતાના પૂર્વભવના શ્રમણપણાનું સ્મરણ થયું અને તે જ વખતે તેનું અંતઃકરણ વૈરાગ્યથી ભરાઈ ગયું. ત્યાર પછી તે પોતાના માતા-પિતા પાસે જઈ આ પ્રમાણે કહેવા લાગ્યોઃ મૃગાપુત્ર : હે માતા-પિતા ! મેં ભોગો ભોગવી લીધા છે. સંસાર અનિત્ય અને દુઃખોથી પૂર્ણ છે. તેથી હવે હું દીક્ષા લેવા ઈચ્છું છું.
માતા-પિતા : સમુદ્રને હાથેથી તરવો જેટલો દુષ્કર છે તેટલી જ દીક્ષા પણ કઠિન છે. તેમા હજારો ગુછ્યો અપનાવવા પડે છે. જેમ કે : જીવનપર્યંત અહિંસાદિ પાંચ મહાવ્રતોનું પાલન, રાત્રિભોજનનો ત્યાગ, શત્રુ-મિત્ર પ્રત્યે સમતા, કેશલોચ વગેરે. હે પુત્ર ! તું હજી કોમળ છે. તેથી હજી ભોગોને ભોગવ, પછી દીક્ષા લે જે.
મૃગાપુત્ર : હે માતા-પિતા ! આપ કહો છો તે સાચું છે પણ જેની ભોતિક સુખો માટેની તૃષા શાંત થઈ ચૂકી છે તેને માટે કશું કઠિન નથી. એ ઉપરાંત, મેં પૂર્વભવમાં પ્રત્યક્ષ દશ્યમાન દુઃખો કરતાં અનેક ગણાં વધારે નારકીય દુઃખો ભોગવ્યાં છે.
માતા-પિતા : હે પુત્ર ! જો તારી એવી જ ઈચ્છા હોય તો પ્રવ્રજ્યા લે પણ એટલું ધ્યાનમાં રાખજે કે પ્રવ્રુજિત થયા પછી રોગોનો ઈલાજ કરાવવામાં આવતો નથી અને એ પરિસ્થિતિ ખૂબ જ કઠિન છે.
મૃગાપુત્ર : હે માતા-પિતા ! આપ જે કહો છો તે સાચું છે પણ હરણ રોગાદિનો ઈલાજ કરાવ્યા વગર એકલું જ અનેક સ્થળોએથી ખાન-પાન લે છે, અનેક સ્થળે રહે છે અને ગોચરી દ્વારા જીવન પસાર કરે છે, સાધુ પણ એમ જ કરે છે. તેથી આપની પાસેથી દીક્ષા માટે અનુમતિ ઈચ્છું છું. -પિતા : તને જેમ આનંદ થાય તેમ જ કર.
માતા
આ રીતે માતા-પિતા દ્વારા અનેક પ્રકારે પ્રલોભિત કરવામાં આવ્યો છતાં મૃગાપુત્ર સંયમમાં દૃઢ રહ્યો અને માતા-પિતાને પ્રબોધિત કરી તેણે દીક્ષા લીધી. પછી અનેક વર્ષો સુધી કઠોર શ્રમણાધર્મનું પાલન કરી સમાધિમરણપૂર્વક તેણે મોક્ષ પ્રાપ્ત કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org