________________
પરિશિષ્ટ ૧ઃ કથા-સંવાદ
૪પ૯
આ પરિસંવાદમાં નીચે જણાવેલ વિષયોની ચર્ચા કરવામાં આવી છે ? ૧ વિષયાસક્ત જીવોને જ પ્રવજ્યા કઠિન લાગે છે, બીજાને નહીં. ૨ મૃગચર્યા (સાધ્વાચાર) કઠોર છે પણ તેનું ફળ મોક્ષ છે. ૩ સંસારના દુઃખ અને તેની અસારતા ૪ બધા જીવોને અનેક પ્રકારના ભોગોનો સુખ-દુ:ખરૂપ અનુભવ.
શ્રેણિક-અનાથી સંવાદ મગધ દેશના રાજા શ્રેણિક પાસે પ્રચુર માત્રામાં રત્નો હતાં. એક વાર તે વિવિધ પ્રકારના પુષ્પો તથા ફળોથી યુક્ત નન્દનવન જેવા રમણીય મંડિકુક્ષ નામના ઉદ્યાનમાં વિહારયાત્રાએ ગયો. ત્યાં ફરતાં ફરતાં તેણે એક ધ્યાનસ્થ સૌમ્ય આકૃતિવાળા મુનિને જોયા. તેમનામાં રૂપ, લાવણ્ય, સૌમ્યતા, નિર્લોભતા અને ભોગોથી અનાસક્તિ જેવા અનેક દુર્લભ ગુણોને એક સાથે રહેલા જોઈ રાજાને નવાઈ લાગી. “અનાથી” નામથી પ્રસિદ્ધ તે મુનિ પ્રત્યે આકર્ષાયેલા રાજાએ મુનિના ચરણોમાં વંદન કર્યા. પછી મુનિની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એવા સ્થાને બેસી રાજાએ હાથ જોડી કહ્યું :
શ્રેણિક રાજા હે આર્ય ! વિષય-ભોગો ભોગવવા યોગ્ય આ યુવાવસ્થામાં આપ શા માટે પ્રવૃજિત થયા છો ?
અનાથીમુનિ મહારાજ ! હું અનાથ છું. મારો કોઈ નાથ (સ્વામી, રક્ષક) નથી. કોઈ દયાળુ મિત્ર કે બંધુ પણ નથી. તેથી પ્રવ્રજિત થયો છું.
રાજા (હસીને) : આપના જેવા સૌભાગ્યશાળી વ્યક્તિનો કોઈ નાથ નથી એ બાબત કેવી રીતે સંભવે ? હે ભદન્ત ! હું આજથી તમારો નાથ બનું છું. હવે તમે યથેચ્છ દુર્લભ ભોગો ભોગવો.
મુનિ : હે મગધાધિપ ! તમે ખુદ અનાથ છો તેથી તમે મારા કે બીજાના નાથ કેવી રીતે થઈ શકો ?
રાજા (મુનિનાં અશ્રુતપૂર્વ વચનો સાંભળી ખૂબ જ નવાઈ પામતા)ઃ મારી પાસે બધા પ્રકારના ઉત્કૃષ્ટ ભોગ સાધનો છે છતાં હું અનાથ કઈ રીતે ? હે
૧ ઉ. અધ્યયન ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org