________________
૪૫૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલના પ્રશ્નો પૂછળ્યા. રાજાએ પણ બધા પ્રશ્નોના અધ્યાત્મપ્રધાન સયુક્તિક જવાબો આપ્યા.
ઈન્દ્ર ઃ આજે મિથિલામાં કોલાહલ શા માટે છે ?
નમિ ઃ આજે મિથિલામાં શીતલ છાયા, પત્ર-પુષ્પ અને ફળાદિથી યુક્ત (અનેક ગુણ સંપન્ન) મનોરમ ચૈત્યવૃક્ષ (રાજર્ષિનમિ), વાયુ (વૈરાગ્ય)ના વેગથી પડી ગયું છે. (પોતે ગૃહત્યાગ કરેલ છે). તેથી તેના (વૃક્ષરૂપ રાજાના) આશ્રિત જીવો (પક્ષી-પ્રાણી) નિ:સહાય થઈ સ્વાર્થવિષયક વિલાપ કરી રહ્યા છે. તેમાં મારો કોઈ દોષ નથી.
ઈન્દ્ર : તમારાં અંતઃપુર વગેરે અગ્નિથી સળગે છે છતાં તમે એ બાજુ ધ્યાન કેમ આપતા નથી ?
નમિઃ સર્વવિરત સાધુને માટે કંઈ પ્રિય કે અપ્રિય નથી. તેથી આત્માનુપ્રેક્ષી હું એવા ઉપર ધ્યાન શા માટે આપું ?
ઈન્દ્ર : ક્ષત્રિય ધર્માનુસાર તમારી પ્રજાની રક્ષા કરવા માટે પ્રાકાર, ગોપુર, અટારિયો, ખાઈ વગેરે બનાવીને દીક્ષા લ્યો.
નમિ : કર્મશત્રુથી પોતાની જાતને સુરક્ષિત રાખવા માટે મેં આધ્યાત્મિક તૈયારીઓ કરી લીધી છે.
ઈન્દ્રઃ મહેલ વગેરે બનાવરાવીને પછી દીક્ષા લેવી જોઈએ. નમિ : સંશયાળુ વ્યક્તિ જ માર્ગમાં મહેલ વગેરે બનાવે છે. સંસારમાં સ્થાયી નિવાસ ન હોવાથી હું સ્થાયી નિવાસભૂત મોક્ષમાં જ મહેલ બનાવીશ. ઈન્દ્ર : ચોરોથી નગરની રક્ષા કરીને દીક્ષા લેવી જોઈએ.
નમિ : ઘણીવાર ચોર બચી જાય છે અને ચોરી ન કરનાર પકડાય જાય છે. તેથી ક્રોધાદિ સાચા ચોરોને સજા કરવી ઉચિત છે.
ઈન્દ્ર : નમસ્કાર ન કરનારા રાજાઓને જીતી દીક્ષા લેવી જોઈએ. નમિઃ હજારો સુભટોને જીતવા કરતાં અવશીકૃત એક આત્માને જીતવો એ સર્વોત્કૃષ્ટ વિજય છે અને તે જ સુખ છે.
ઈન્ટ : યજ્ઞ કરાવી, દાન દઈ, ભોગ ભોગવી દીક્ષા લેવી જોઈએ.
નમિ : દસ લાખના ગોદાન કરતાં સંયમ શ્રેષ્ઠ છે તેથી તે સંયમને ધારણા કરવો ઉચિત છે.
૧ જુઓ - પ્રકરણ ૭, પૃ. ૩૯૫-૩૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org