________________
પરિશિષ્ટ ૧ : કથા-સંવાદ
૪૫૩
સ્તુતિ કરી. આ મિલન પછી બંને મહર્ષિઓ વચ્ચે ત્યાર બાદ પણ મેળાપો થયા અને તેમા સૂત્રાર્થનો નિર્ણય અને રત્નત્રયનો ઉત્કર્ષ થયેલો.
આમ, આ પરિસંવાદમાં બાર પ્રશ્નો પૂછાયા જેમાં પ્રારંભના બે પ્રશ્નો મુખ્ય છે અને તે જ આ પરિસંવાદના કારણરૂપ છે. બાકીના બધા પ્રશ્નો અને ઉત્તરો ઉપસ્થિત જનતાના કલ્યાણ માટે પ્રતીકાત્મક રૂપક અલંકારની શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યા.
આ પરિસંવાદમાં જે મહત્ત્વપૂર્ણ વાતોનો સંકેત મળે છે તે આ પ્રમાણે છે : ૧ કોઈ પણ બાબતમાં મતભેદ થાય ત્યારે અરસપરસ મળીને તેનું સમાધાન શોધવું અને દુરાગ્રહ કર્યા સિવાય સાચા માર્ગને અનુસરવો.
૨ બાહ્યવેશભૂષા વગેરે ઉપર વિશેષ ધ્યાન ન દેતાં, અંતરંગ શુદ્ધિના સાધનભૂત રત્નત્રયની આરાધના કરવી.
૩ પોતાના આત્માને સંયમિત રાખવો.
૪ જ્યેષ્ઠકુળનું ધ્યાન રાખવું.
૫ અતિથિનો યોગ્ય રીતે સત્કાર કરવો.
૬ અનુમતિ મળ્યા સિવાય પ્રશ્ન ન પૂછવા. ૭ સમુચિત જવાબ મળે ત્યારે તેની પ્રશંસા કરવી.
૮ પરિસ્થિતિ અનુસાર ધર્મમાં પરિવર્તન કરવું.
૯ શ્વેતાંબર-દિગંબર મતભેદનો અહીં સંકેત મળે છે
૧૦ પાર્શ્વનાથ અને મહાવીરના ધર્મોપદેશનો ભેદ જોવા મળે છે.
ઈન્દ્ર-નમિ સંવાદ
દેવલોકમાંથી મૂત થઈ રાજા નમિએ મિથિલા નગરીમાં જન્મ લીધો. રાણીઓ સાથે દેવલોક સદશ આનંદ મેળવીને જ્યારે તેને એક દિવસ જાતિસ્મરણ થયું ત્યારે તેણે પોતાના પુત્રને રાજ્યભાર સોંપી દીધો અને પોતે દીક્ષા લેવા નીકળ્યા. તે સમયે સમગ્ર નગરમાં શોક છવાયો. તે સમયે દેવાધિપતિ ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા અને સંયમની દઢતા અંગે કસોટી કરવા તેમણે નમિને
૧ ઉ. અધ્યયન ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org