________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૨ કારણસત્યનું ફળ : આનાથી જીવ સત્યરૂપ ક્રિયા કરવાની શક્તિ પ્રાપ્ત કરે છે અને તે જેવું બોલે છે તેવું કરીને પ્રામાણ્વિક પુરુષ થાય છે`.
૩ યોગસત્યનું ફળ : મન, વચન અને કાયાની પ્રવૃત્તિ (ક્રિયા)નું નામ યોગ છે તેથી જે ક્રિયા રૂપે પણ સત્યનું જ પાલન કરે છે તે પોતાના યોગોને વિશુદ્ધ કરે છે.
૨૬૬
આમ, સત્ય મહાવ્રતના મૂળમાં પણ અહિંસાની ભાવના રહેલી છે. તેથી સત્ય એવા અહિતકારી વચન બોલવાનો નિષેધ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અસત્ય બોલનાર વ્યક્તિ એક અસત્યને છૂપાવવા માટે અન્ય અનેક અસત્યો બોલે છે અને હિંસા, ચોરી વગેરે ક્રિયાઓમાં પ્રવૃત્ત થઈ દુ:ખી થાય છે. આથી વિપરીત, સત્ય બોલનાર સાધુ જેવું બોલે છે એવું જ કરે છે અને પ્રામાણિક પુરુષ બની સુખી થાય છે. વૈદિક સંસ્કૃતિમાં પણ સત્યવ્રતને હજારો અશ્વમેઘયજ્ઞ કરતાં ચડિયાતું દર્શાવવામાં આવેલ છે તથા આ સત્યવ્રતનું પાલન કરનારને બ્રહ્મની પ્રાપ્તિ થાય છે એમ પણ કહેવામાં આવ્યું છે ́. ગ્રંથમાં આ વ્રતથી યુક્ત જીવને બ્રાહ્મણ કહેવામાં આવેલ છે તથા આ વ્રતનું પાલન કરવું દુષ્કર છે એમ પણ કહેવામાં આવ્યું છેપ.
અચૌર્ય મહાવ્રત
તુચ્છમાં તુચ્છ વસ્તુ પણ સ્વામીની આજ્ઞા વગર ગ્રહણ ન કરવી એ અચોર્ય મહાવ્રત કહેવાય. મન-વચન-કાય અને કૃત-કારિત-અનુમોદનાથી આ વ્રતનું
करणसच्चेणं करणसत्तिं जणयइ । करणसच्चे माणे जीवे जावाई तहाकारी यावि भवइ ।
जोगसच्चेणं जोगं विसोहेइ ।
3 मोसस्स पच्छा य पुरत्ययो य पओगकाले य दुही दुरंते । एवं अदत्ताणि समायणयंतो रुवे अतित्तो दुहिओ अणिस्सो ||
૧
૨
૪ ૩. આ. ટી. પૃ. ૧૧૨૨. ૫ જુઓ પૃ. ૨૬૪. પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૨૯. ૫૧.
૩. ૨૯. ૫૨.
૩. ૩૨. ૩૧.
www.jainelibrary.org