________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
ર૬૫
સાધુએ બોલવાં જોઈએ નહીં. કારણ કે સાવદ્ય વાણી બોલવાથી હિંસાની અને નિશ્ચયાત્મક વાણી બોલવાથી મિથ્યા થવાની આશંકા રહે છે. આમ, સત્યમહાવ્રતી માટે મન-વચન-કાયથી અને કૃત-કારિત-અનુમોદનાથી કોઈ પણ અવસ્થામાં ઉપયોગહીન (નિરર્થક), સાવદ્ય, નિશ્ચયાત્મક અસભ્ય, (અશોભન), અને અહિતકર વચન ન બોલવાં જોઈએ પણ ઉપર્યુક્ત દોષોને બચાવી લેતાં દરરોજ સાવધાનીપૂર્વક હિતકારી, અલ્પ અને પ્રિયવચન જ બોલવાં જોઈએ.
ત્રિવિધ સત્ય અને તેનું ફળ : ગ્રંથમાં વચન બોલવાની ક્રમિક ત્રણ અવસ્થાઓ દર્શાવવામાં આવી છે. ૧ મનમાં બોલવાનો સંકલ્પ (સંરક્ષ્મ), ૨ બોલવાનો પ્રયત્ન (સમારંભ) અને ૩ બોલવાની પ્રવૃત્તિ (આરંભ). વચન બોલવાની આ ત્રણ ક્રમિક અવસ્થાઓમાં સત્ય બોલવારૂપી પ્રવૃત્તિ કરતાં તેનાં જ ક્રમશ: નામો, ભાવસત્ય, કરણસત્ય અને યોગસત્ય છે. અર્થાત્ મનમાં સત્ય બોલવાનો સંકલ્પ કરવો એ “ભાવસત્ય', સત્ય બોલવાનો પ્રયત્ન કરવો એ કરણસત્ય' અને સત્ય બોલવું એ “યોગસત્ય છે. આ ત્રિવિધ સત્યથી જે મૂળની પ્રાપ્તિ થાય છે તે આ પ્રમાણે છે :
૧ ભાવસત્યનું ફળ : ભાવસત્યથી સાધકનું અંત:કરણ વિશુદ્ધ થાય છે અને તે ધર્મનું સેવન કરી આ જન્મને અને આગામી જન્મને પણ સફળ કર છે.
१ मुसं परिहरे भिक्खू ण य ओहारिणीं वए । भासा दोसं परिहरे मायं यं वज्जए सया ।।
૩. ૧. ૨૪. सुकडित्ति सुपक्किति सुच्छिण्णे सुहडे मडे । सुणिट्ठिए सुलट्ठित्ति सावज्जं वज्जए मुणी ।।
૩. ૧. ૩૬. २ संरंभसमारंभे आरंभे य तहेव य । वयं पवत्तमाणं तु नियतेज्ज जयं जई ।।
૩. ૨૪. ર૩. 3 ... भावसच्चेण भावविसोहिं जणयइ । भावविसोहीए वट्ठमाणे जीवे अरहंतपत्रतस्य
धम्मस्य आराहणयाए अब्भुढेइ । अरहंतपत्रतस्स धम्मस्स आराहणयाए अब्भुट्टित्ता परलोगधम्मस्स आराहए भवइ ।
૩. ર૯. ૫૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org