________________
ર૬૪ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન છે. વૈદિક સંસ્કૃતિમાં પણ અહિંસાને સમસ્ત ધાર્મિક-કાર્યોનું શ્રેષ્ઠ અનુશાસન માનવામાં આવેલ છે. આમ, અહિંસાવ્રતી સાધુએ એવી કોઈ પણ ક્રિયા કે માનસિક સંકલ્પ આદિ ન કરવો જોઈએ જે બીજા માટે દુ:ખનો હેતુ બને એનું કારણ એ છે કે સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ મહાવ્રતોના મૂળમાં તથા સાધુના અન્ય આચારપરક જેટલા નિયમ ઉપનિયમ છે તે બધાનાં મૂળમાં અહિંસા જ રહેલ છે.
સત્ય મહાવ્રત ક્રોધ, લોભ, હાસ્ય, ભય અને પ્રમાદ વગેરે અસત્ય બોલવાનાં કારણો હાજર હોય છતાં, મન-વચન-કાયા તથા કૃત-કારિત-અનુમોદનાથી ક્યારેય અસત્ય ન બોલીને દરરોજ સાવધાનીપૂર્વક હિતકારી, આર્થિક અને પ્રિય વચનો જ બોલવાં એ સત્યમહાવ્રત છે. તેથી નિરર્થક અને અહિતકર બોલાયેલું વચન સત્ય હોવા છતાં પણ ત્યાજ્ય છે. આ રીતે સત્ય મહાવ્રતીએ અસત્ય વચન પણ ન બોલવું જોઈએ. આ ઉપરાંત, “ભોજન સરસ બન્યું છે”, “સારી રીતે રાંધવામાં આવેલ છે' એવાં સાવદ્ય વચનો (દોષ યુક્ત વચનો) તથા “આજે હું આ કાર્ય જરૂર કરીશ', “જરૂર આમ થશે’ એવાં નિશ્ચયાત્મક વાક્યો પણ
१ पाणवहं मिया अयाणंता मंदा नरयं गच्छति ।
–૩. ૮. ૭.
२ अहिंसयैव भूतानां कार्य श्रेयोऽनुशासनम् ।
–મનુસ્મૃતિ ૨. ૧૫૯.
3 कोहा व जइ वा हासा लोहा वा जइ वा भया ।
मुसं न वयई जो उ तं वयं बूम माहणं ।।
– ૩. ર૫. ર૪.
निच्चकालप्पमत्तेणं मुसावायविवज्जणं । भासियव्वं हियं सच्चं निच्चाउत्तेण दुक्करं ।।
–૩. ૧૯. ૨૭.
४ वयजोग सुच्चा न असब्भमाहु ।
–૩. ૨૧. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org