________________
મૂળ ગ્રંથનો પરિચય
જૈન આગમ-સાહિત્યમાં ‘ઉત્તરાધ્યયન’નું એક વિશિષ્ટ સ્થાન છે. દિગંબર-સાહિત્યમાં પણ તેનો સાદર ઉલ્લેખ થયો છે. આ સૂત્રનું પરિશીલન ડૉ. સુદર્શનલાલ જૈને લખ્યું છે. ડૉ. જૈનને શેઠ નાથાલાલ એમ. પારેખના સ્મરણાર્થે એમના પરિવાર દ્વારા રિસર્ચ સ્કોલરશિપ આપવામાં આવી હતી. ગ્રન્થના પ્રાસ્તાવિકમાં ‘ઉત્તરાધ્યયન’ના કાલ આદિનો વિચાર કરવામાં આવ્યો છે. દરેક પ્રકરણના અંતમાં સુગમ સરળ અનુ શીલન પણ આપેલ છે.
વિશ્વ અનાદિ છે. તે રીતે અનંત પણ છે. તે કાયમ હતું અને સદાકાલ રહેશે; કોઇ ઇશ્વર કે કર્તાએ તેને નિર્યું નથી. તે સ્વયંભૂ છે. તેમાં એવી હકીકતો હાજર છે જેને કારણે તે સ્વચાલિત યંત્રની જેમ નિરંતર ચાલ્યા કરે છે. આપણને તે જેટલું પ્રતીત થાય છે તેટલું જ તે સત્ય અને નક્કર છે. નિઃસંદેહ તેમાં નિરંતર પરિવર્તન થતું રહે છે. પણ તેનો સર્વથા નાશ થતો નથી.
સૂત્રમાં સંસારની અસારતા, નશ્વરતા, ભ્રમરૂપતા વગેરે જે કાંઈ કહેવાયું છે તે આધ્યાત્મિક દૃષ્ટિએ વ્યક્ત કરવામાં આવેલ છે.
સોનું, તાંબુ, લોખંડ, ગંધક વગેરે ધાતુઓ વિશ્વમાં બીજા પદાર્થો સાથે મિશ્રિત રૂપે પ્રાપ્ત થાય છે. તે રીતે પ્રાણી પણ બે પદાર્થો-જીવ (ચેતન) અને અજીવ (અચેતન)ના મિશ્રિત રૂપમાં ઉપલબ્ધ થાય છે. સહુથી અધિક વિકસિત પ્રાણી મનુષ્ય છે અને તેણે જોયું કે એક અદષ્ટ તત્ત્વ જ્યારે શરીરમાંથી બહાર નીકળી જાય છે ત્યારે શેષ શરી૨ નિરર્થક અને વ્યર્થ બની જાય છે. તેનું કોઇ પ્રયોજન રહેતું નથી. તેથી તેનો નિકાલ કરવામાં આવે છે. એ અદષ્ટ દ્રવ્ય જ્યારે વિદ્યમાન હતું ત્યારે જ મનુષ્ય કે પ્રાણીનું અસ્તિત્વ હતું. તે ચેતન તત્ત્વ જતું રહે છે ત્યારે મૃત્યુનો અનુભવ થાય છે. પરિણામે એ પ્રાણદાતા તત્ત્વને શોધી કાઢવાનો વિચાર મનુષ્યના મનમાં ઉત્પન્ન થયો. જૈન તત્ત્વવેત્તાઓએ આત્મા (જીવ)ને સ્વતંત્ર તત્ત્વના સ્વરૂપે માન્યો. એ તત્ત્વ દરેક પ્રાણીમાં મૂળતઃ એક જ પ્રકારનું-સમાન ગુણોવાળું પ્રતીત થયું છે. દરેક પ્રાણીના જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org