________________
[૧].
સાથે બીજા દ્રવ્યનો જે સંબંધ રહ્યો હતો તેને કારણે બાહ્ય તફાવત નજરે ચઢતો હતો. તે બીજું દ્રવ્ય રૂપી અચેતન મુગલ છે. તેનાં લક્ષણો છેઃ શબ્દ, અધૂતર, પ્રકાશ, કાન્તિ, છાયા, આતપ, વર્ણ, રસ, ગંધ, સ્પર્શ અને વર્તમાન વિજ્ઞાનના Matter અને Energy પણ પુદ્ગલ છે. રાગદ્વેષને કારણે મનુષ્ય અને અન્ય પ્રાણીઓ દ્વારા કરવામાં આવેલ સારાં તથા ખરાબ કાર્યો પણ પુદ્ગલ છે.
મિશ્રિત ધાતુઓને અસલ કે શુદ્ધ રૂપમાં લાવવા માટે અનેક વિધિ કરવામાં આવે છે. તે રીતે મનુષ્યના જીવ તત્ત્વને મિશ્રિત અજીવ તત્ત્વથી સ્વતંત્ર રૂપમાં લાવવા માટે અર્થાત્ મુક્ત કરવા માટે વિધિપૂર્વકના પ્રયત્નો જરૂરી છે. ઉત્તરાધ્યયનસૂત્ર'નો એ વર્ણવિષય છે. આ ગ્રંથના નિર્માતાએ એ વિષયનું સરળ, સ્વાભાવિક ભાષામાં સુંદર વર્ણન કરેલ છે. ડૉ. રઘુવીરના શબ્દોમાં જોઇએ તો જૈન તત્ત્વવેતાઓએ Godless Sprituality (નિરીશ્વર અધ્યાત્મવાદ)નો વિકાસ કરેલ છે. પ્રાણીમાત્ર સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ એમ તેઓ નિશ્ચિત રૂપે માને છે. પરસ્પર મૈત્રી સ્વયં પર રાખેલ સંયમ ઉપર આધાર રાખે છે. આ આચારના વિકાસનો સર્વપ્રથમ નિયમ અહિંસાથી આરંભાય છે.
જીવને કઈ રીતે અજીવથી પૃથફ કરી શકાય છે તેના સાધારણ અને વિશેષ ઉપાયોને લગતા સાધ્વાચારને બે પ્રકરણોમાં અને રત્નત્રયને વિસ્તૃત રીતે નિર્દેશવામાં આવેલ છે. આ ઉપરાંત મુક્તિ અને તેની અલૌકિકતાની પણ ચર્ચા આ ગ્રંથમાં કરવામાં આવી છે.
આ હિંદી પ્રકાશનનો ખર્ચ શ્રી મુનીલાલ અને ભાઈ લોકનાથે પોતાના પિતાશ્રી લાલા લદ્દામાલની પુણ્ય સ્મૃતિમાં કરેલ છે. લાલાજી લાહોરના પ્રતિષ્ઠિત નૌલખા ઓશવાળ વંશના હતા. તેમનો જન્મ વિ. સં. ૧૯૩૪માં થયો હતો. પિતાનું નામ લાલા ધર્મચંદ્ર અને માતાનું નામ ભગવાનદેવી હતું. પાંચ વર્ષની ઉંમરે માતાની અને ચૌદ વર્ષની ઉંમરે પિતાની શીળી છાયા કાયમ માટે ગુમાવી બેઠેલા તેમના ઉપર પરિવારનો ભાર આવી પડ્યો. તેમણે સાબુ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો અને વ્યાપારમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી. ધર્માચરણમાં પણ દઢ નિષ્ઠાવાન રહ્યા. તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org