________________
રર૪
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
સાથીનો સહવાસ'. આ સિવાય, વિદ્યાગ્રહમાં પાંચ પ્રતિબંધક કારણો પણ ગણાવવામાં આવ્યાં છે. એ કારણોને લીધે વિદ્યા પ્રાપ્ત થઈ શકતી નથી. તેનાં નામ આ મુજબ છે. અહંકાર, ક્રોધ, અસાવધાનતા (પ્રમાદ), રોગ અને આળસ.
આ રીતે જે ઉપર્યુક્ત ગુણો ધરાવે છે તે શિક્ષા (જ્ઞાન) પ્રાપ્ત કરી શકે છે. જેનામાં આ ગુણો નથી ને (અવિનીત) શિક્ષા પ્રાપ્ત કરી શકતો નથી તેથી ગ્રંથમાં અવિનીત અને અબહુશ્રુતને જ્ઞાનહીન, અહંકારી, લોભી, ઈન્દ્રિયવશવર્તી અસંબદ્ધપ્રલાપી અથવા બહુ પ્રલાપી કહેવામાં આવે છે.
આ સંપૂર્ણ વન ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે વિનીત છે તે જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે અને જે અવિનીત છે તે જ્ઞાનપ્રાપ્તિ માટે સર્વથા અયોગ્ય છે. તેથી ગ્રંથમાં વિનીત શિષ્યને પ્રાજ્ઞ, મેઘાવી, પંડિત, ઘર, બુદ્ધપુત્ર (મહાવીનો શિષ્ય), મોક્ષાભિલાષી, પ્રસાદપેક્ષી (મોક્ષ પ્રત્યે દષ્ટિ રાખનાર), સાધુ, વિગતભયબુદ્ધ (ભયથી રહિત બુદ્ધિમાન) વગેરે શબ્દોથી તથા અવિનીત શિષ્યને અસાધુ, અજ્ઞ, મન્દ, મૂઢ, બાલ, પાપદષ્ટિ, અબહુશ્રુત વગેરે શબ્દોથી સંબોધિત કરવામાં આવેલ છે.
१ तस्सेव मग्गो गुरुविभुसेवा विवज्जणा बालजणस्स दूरा ।
सज्झायएंगतनिसेवणा य सुत्तत्थ संचितणया धिई य ।। आहारमिच्छे मियमेसणिज्जं सहायमिच्छे निउणत्यबुद्धिं । निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी ।।
–૩. ૩૨. ૩-૪.
२ अह पंचहि ठाणेहि जेहिं सिक्खा न लब्भई ।
थंभा कोहा पमाएणं रोगेणालस्सएण य ।।
–૩. ૧૧. ૩.
3 जे यावि होइ निबिज्जे "अविणीए अवहुस्सुए ।
–૩. ૧૧. ૨.
૪ ૩. ૧. ૭, ૯, ૨૦-૨૧, ર૭, ર૯, ૩૭, ૩૯, ૪૧, ૪૫. ૫ ૩. ૧. ૨૮, ૩૭-૩૯; ૮. ૫; ૧૧. ૨; ૧ર. ૩૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org