________________
રત્નત્રય
રર૩
મારા શત્રુ છે”, “આ મને ગાળો દે છે”, “આ મને ગુલામ સમજે છે” એવો વિચાર કરી સ્વયંને પીડિત કરી ગુરુને પણ હતોત્સાહ કરે છે.
શિક્ષાશીલના કેટલાક અન્ય ગુણો - આમ, શિક્ષા એ જ પ્રાપ્ત કરી શકે કે જે વિનીત હોય અને જેમાં વિનીત શિષ્યમાં હોવા જોઈએ એવા બધા ગુણ હાજર હોય. ગ્રંથમાં શિક્ષાશીલના નીચે મુજબ આઠ વિશેષ-ગુણ દર્શાવવામાં આવ્યા છે.
૧ અહસનશીલ, ૨ જિતેન્દ્રિય, ૩ અમર્મભાષી, ૪ અનુશાસનશીલ, ૫ ખંડિત-આચાર રહિત, ૬ અતિલોલુપતા રહિત, ૮ ક્રોધ રહિત, ૮ સત્યવક્તા. આ આઠ ગુણ ઉપરાંત ગ્રંથમાં અન્ય પાંચ ગુણ પણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ૧ ગુરુકુલવાસી, ૨ સદાચારી, ૩ અધ્યયનમાં ઉત્સાહી (ઉપનયન), ૪ પ્રિય કરનાર, પ પ્રિય બોલનાર. આ રીતે સમાધિના ઈચ્છુક સાધુ માટે જે ગુણો ગ્રંથમાં આવશ્યક ગણવામાં આવ્યા છે તે બધા જ્ઞાનાર્થી માટે પણ જરૂરી છે, જેમ કે : ગુરુ અને વૃદ્ધજનોની સેવા, મૂર્ણ જીવોની સોબતનો ત્યાગ, સ્વાધ્યાય, એકાન્ત સેવન, સૂત્રાર્થ-ચિંતન, વૈર્ય, પરિમિત-ભોજન અને નિપુણ
१ पुत्तो मे भाय नाइ त्ति साहू कल्लाण मनई ।
पावदिट्ठी उ अप्पाणं सासं दासि त्ति मनई ॥
–૩. ૧. ૩૯.
તથા જુઓ – ઉ. ૧. ર૭-ર૯, ૩૭-૩૮. २. अह अट्टहिं ठाणेहिं सिक्खासीले त्ति वुच्चई ।
अहस्सिरे सया दंते न य मंममुदाहरे ।। नासीले न विसीले न सिया अइलोलुए । अकोहणे सच्चरए सिक्खासीले त्ति वुच्चई ।।
–૩. ૧૧. ૪-૫.
3 वसे गुरुकुले निच्चं जोगवं उवहाण । पियंकरे पियंवाई से सिक्खं लडुमरिहई ।।
–૩. ૧૧. ૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org