________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
કરીને જ ક્રોધી સ્વભાવવાળા ગુરુને પણ સરળ અને પ્રસન્ન બનાવે છે. ગુરુ પણ આવા વિનીત શિષ્યને પ્રાપ્ત કરીને તેને શિક્ષા આપવામાં, ઉત્તમ અશ્વને પલોટનાર સારથિની જેમ આનંદનો અનુભવ કરે છે. પરંતુ એથી વિપરીત અવિનીત શિષ્યને મેળવીને તેને શિક્ષા આપવામાં અડિયલ ટટ્ટુને પલોટના સારથિની જેમ દુઃખ અનુભવે છે`. આ ઉપરાંત, અવિનીત શિષ્યોને મેળવીને ગુરુ ચિન્તિત થઈ વિચારે છે કે જેમ પાંખ ફૂટતાં હંસ સ્વેચ્છાચારી બને છે તેમ આ શિષ્યોને ભણાવ્યા, પાળ્યા, પોષ્યા અને સર્વ રીતે સાચવ્યા છતાં તેઓ સ્વેચ્છાચારી થઈ ગયા છે, માટે તેમનો ત્યાગ કરવામાં જ કલ્યાણ રહેલું છે. આમ અવિનીત શિષ્ય ગુરુને સદા ચિન્તિત જ કરે છે.
૨૨૨
ગુરુ દ્વારા આપવામાં આવેલ ઉપાલંભ, ભર્ન્સના, દંડ વગેરેને મેળવીને વિનીત શિષ્ય એવું માને છે કે આ ગુરુ મને પોતાનો નાનો ભાઈ, પુત્ર કે સ્વજન સમજી કલ્યાણ માટે જ કહે છે પરંતુ આથી વિપરીત અવિનીત શિષ્યતો ‘આ
१. अणासवा थूलवया कुसीला मिडंपि चण्डं पकरंति सीसा । चित्ताणुया लहुदक्खोववेया पसायए ते हु दुरासयपि ॥
२ रमए पंडिए सासं हयं भद्द व वाहए । बालं सम्मइ सासंतो गलियस्सं व वाहए ||
3 वाइया संगहिया चेव भत्तपाणेण पोसिया । जायपक्खा जहा हंसा पक्कमंति दिसो दिसिं ॥ अह सारही विचिन्नेइ खलुंकेहि समागओ । किं मज्झ दुट्ठसीसेहिं अप्पा मे अवसीयई ।
તથા જુઓ
Jain Education International
―
૩. ૨૭. ૧૬.
For Private & Personal Use Only
—૩. ૧. ૧૩.
૧૩. ૧. ૩૭.
૧૩. ૨૭. ૧૪-૧૫.
www.jainelibrary.org