________________
રત્નત્રય
વિનીત અને અવિનીત વિદ્યાર્થીનો ગુરુ ઉપર પ્રભાવ જ્યારે અવિનીત શિષ્ય પોતાની કુપ્રવૃત્તિઓને કારણે વિનમ્ર અને સરલ સ્વભવવાળા ગુરુને પણ ગુસ્સે કરે છે ત્યારે વિનીત શિષ્ય ગુરુની ઈચ્છા અનુસાર કાર્યને શીઘ્ર અથવા ચતુરાઈથી
Jain Education International
૨૨૧
સાથે વાત કરવા કોઈ આવે ત્યારે પહેલાં જાતે જ તેની સાથે વાત કરવી. ૧૩ રાત્રે ગુરુ બોલાવે છતાં ન બોલવું. ૧૪ અન્ન-જળ લાવી પહેલાં નાનાની સામે આલોચના કરવી. ૧૫ અન્ન-જળ લાવી પહેલાં નાનાઓને તે દેખાડવાં. ૧૬ અન્ન-જળની નિમંત્રણા પ્રથમ નાનાંઓને કરી પછીથી ગુરુને કરવી. ૧૭ ગુરુને પૂછ્યા વગર કોઈને સરસ ભોજન આપવું. ૧૮ ગુરુની સાથે ભોજન કરતી વખતે જાતે એકદમ સારુ સારુ ખાઈ જવું. ૧૯ ગુરુ બોલાવે છતાં ન બોલવું. ૨૦ બોલાવે ત્યારે આસન ઉપર બેઠાં બેઠાં જવાબ આપવો. ૨૧ આસન ઉપર બેઠાં બેઠાં એમ પૂછવું કે ‘શું કહો છો?' ૨૨ ગુરુને તુંકારો ક૨વો. ૨૩ સુગુરુ દ્વારા કંઈ કામ ચીંધવામાં આવે ત્યારે ‘તમે જ કરી લો’ એમ કહેવું. ૨૪ ગુરુના ઉપદેશને પ્રસન્નચિત્તે ન સાંભળવા.૨૫ ગુરુના ઉપદેશમાં ભેદબુદ્ધિ પેદા કરવી. ૨૬ કથામાં વિચ્છેદ પાડવો. ૨૭ ગુરુ ઓછી બુદ્ધિના છે એમ દેખાડવા માટે સભામાં એમના દ્વારા પ્રતિપાદિત વિષયનું વિસ્તૃતીકરણ કરવું. ૨૮ ગુરુના આસન (શય્યા-સંસ્તારક) વગેરેને પગ અડી જાય ત્યારે ક્ષમા-યાચના કર્યા વગર ચાલ્યા જવું. ૨૯ ગુરુના આસન ઉપર આજ્ઞા મળ્યા વગર બેસવું. ૩૦ આજ્ઞા ન મળી હોય છતાં ગુરુના આસન ઉપર શયન કરવું ૩૧ ગુરુથી ઊંચે આસને બેસવું. ૩૨ વડીલોની શય્યા ઉપર ઊભા રહેવું અથવા બેસવું. ૩૩ ગુરુના જેવા જ આસન ઉપર બેસવું.
આ આશાતનાઓના નામ અથવા ક્રમમા કંઈક ફેરફાર પણ જોવા મળે છે પરંતુ બધાનો સાર સરખો જ છે, તે એ કે ગુરુ પ્રત્યે આદરભાવ ન રાખવો. ૩. આ. ટી. ૩૬-૨૦; ૨૧-૪, ૧૧. શ્રમળસૂત્ર પૃ. ૧૧૬૭-૨૦૨, ૪૨૧-૪૬. समवायाङ्गसूत्र, समवाय ३३.
For Private & Personal Use Only
www.jainelibrary.org