________________
૨૨૫
વિનયના પાંચ પ્રકાર : ગ્રંથમાં ગુરુ પ્રત્યે સમ્માન પ્રગટ કરવાના પાંચ પ્રકાર દર્શાવવામાં આવેલ છે'. ૧ ગુરુના આગમન વખતે ઊભા થવું (અભ્યુત્થાન), ૨ બન્ને હાથ જોડી નમસ્કાર કરવા (અંજલિકરણ), ૩ બેસવા માટે આસન આપવું (આસનદાન), ૪ સ્તુતિ (સમ્માન) કરવી (ગુરુભક્તિ) અને ૫ ભાવપૂર્વક સેવા ક૨વી (ભાવશુશ્રુષા).
અવિનય તથા વિનયનું ફળ : ગ્રંથાનુસાર વિનીત અને અવિનીત શિષ્યનાં કર્તવ્યો આદિનું વર્ણન કરી, હવે અવિનીત અને વિનીત શિષ્યોને પ્રાપ્ત થનાર ફળ દર્શાવવામાં આવેલ છે. સર્વ પ્રથમ અવિનીત શિષ્યને મળતા ફળ વિષે જાવે છે :
૧. જે રીતે સડેલ કાનવાળી કૂતરીને દરેક ઘરમાંથી કાઢી મૂકવામાં આવે છે તેમ અવિનીત શિષ્યને પણ સર્વત્ર અપમાનિત કરી છાત્રાવાસમાંથી કાઢી મૂકવામાં આવે છેર.
૨. જેમ કોઈ અડિયલ બળદને ગાડીમાં જોડવામાં આવે પણ જો તે ચાલે નહીં તો તેને ચાબુકથી ફટકારવામાં આવે છે તેમ અવિનીત શિષ્ય ગુરુથી પ્રતાડિત થઈ દુ:ખી થાય છે.
૩. જ્ઞાનાદિને પ્રાપ્ત કરી શકતો નથી .
૪. જ્ઞાનાદિની પ્રાપ્તિ ન થવાથી મુક્તિનો અધિકારી બનતો નથી . આનાથી વિરુદ્ધ, વિનીત શિષ્ય નીચે જણાવ્યા પ્રમાણેનું ફળ પ્રાપ્ત કરે છે :
૧ જુઓ પ્રકરણ ૫, વિનય-તપ २. जहा सुणी पूइकन्नी निक्कसिज्जई सव्वसो ।
एवं दुस्सीलपडिणीए मुहरी निक्कसिज्जई ॥
રત્નત્રય
3 खलुंके जो उ जोएइ विहम्माणो किलिस्सई । असमाहिं च वेएइ तोत्तओ से य भज्जई ॥
૪ જુઓ - ૫ જુઓ
-
પૃ. ૨૨૪. પા. ટિ. ૩.
પૃ. ૨૮. પા. ટિ. ૩.
Jain Education International
For Private & Personal Use Only
૧૩. ૧. ૪.
૧૩. ૨૭. ૩.
www.jainelibrary.org