________________
જૈન આગમોમાં “ઉત્તરાધ્યયન-સૂત્ર'
૧૧
લાગ્યા છે તેનું કારણ તેમનું મહત્ત્વ પ્રગટ કરવા માટેનું અથવા તેમનો મૂળઆગમ-ગ્રંથો સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાનું હોઈ શકે. જેમ કે, પિંડનિર્યુક્તિ દશવૈકાલિક સાથે અને ઓશનિયુક્તિ “આવશ્યક નિયુક્ત સાથે સંબંધિત હોવાથી, પાકિસૂત્ર “આવશ્યક'નો જ એક ભાગ હોવાથી, દશવૈકાલિક-ચૂલિકાઓ દશવૈકાલિકનો જ અંશ હોવાથી તથા નંદી અને અનુયોગદ્વાર સમસ્ત આગમગ્રંથોની વિશ્લેષણાત્મક ભૂમિકા હોવાથી તેને મૂલસૂત્રો સાથે જોડવામાં આવેલ છે. આ તથ્યની પુષ્ટિ કરતાં પહેલાં મૂલસૂત્રના વિષયમાં ભિન્ન ભિન્ન વિદ્વાનોના મતોનું પર્યવેક્ષણ આવશ્યક છે.
૧ જાલ શાપેન્ટિયરે મહાવીરના શબ્દ હોવાથી તેને મૂલસૂત્ર ગોલ છે. પરંતુ આ કથન યોગ્ય નથી કારણ કે મહાવીરના શબ્દ હોવાને લીધે આચારાંગ વગેરેને જ મૂલ સંજ્ઞા આપી શકાય, અંગબાહ્યને નહીં, આ ઉપરાંત, અંગ અને અંગબાહ્ય એ બધા ગ્રંથોનો સંબંધ અર્થની દષ્ટિએ મહાવીરના વચનો સાથે છે. દશવૈકાલિક” શર્થભવની રચના હોવાથી તથા પિંડનિર્યુક્તિ વગેરે પણ પછીની (અનુસંધાન પૃષ્ઠ પાછળની પાદટિપ)
ગ્રંથોને છેદસૂત્ર, મૂલસૂત્ર, પ્રકીર્ણ આદિ ભાગોમાં વિભક્ત કરવામાં આવે છે તેમાં, “આવશ્યક'ને કયા વિભાગમાં રાખી શકાય ? “આવશ્યક મહત્ત્વપૂર્ણ હોવાથી તેને મૂલસૂત્રમાં જ ગાવું યોગ્ય છે. તેને અન્ય વિભાગમાં ન રાખી શકાય. માટે, કાં તો તેને મૂલસૂત્ર વિભાગમાં રાખી શકાય અથવા અન્ય પ્રકારના વિભાગની કલ્પના કરવામાં આવે. આચાર્ય તુલસી (દ.ઉ. ભૂમિકા ૫. ૬) મૂલસૂત્ર કહેવરાવવા માટેનું કારણ બતાવતાં લખે છે-“આચારની જાણકારી માટે આચારાંગ મૂલભૂત હતું, તે રીતે દશવૈકાલિક પણ આચારજ્ઞાન માટે મૂલભૂત બની ગયું છે. સંભવ છે કે શરૂઆતમાં વાંચવામાં આવવાને કારણો તથા મુનિની અનેક મૂલભૂત પ્રવૃત્તિઓનું ઉદ્બોધક હોવાને કારણે તેને મૂલસૂત્રની સંજ્ઞા આપવામાં આવી હોય.” આથી પણ સ્પષ્ટ થાય છે કે આવશ્યક મુનિની જરુરી ક્રિયાનું પ્રતિપાદન હોવાના સંબંધે કેમ મૂલસૂત્ર ન ગણાય ? 9 ... Muta in the Sense of Original text' and perhaps not so much
in opposition to the later abridgments and commentaries as merely to denote the actual words of Mahavira himself.
ઉ. શા. ભૂમ્િકા પૃ. ૩૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org