________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૫ ઓથનિર્યુક્તિ : ઓઘનો અર્થ છે ઃ સામાન્ય. તેમાં સાધુના સામાન્ય આચાર-વિચારનું દૃષ્ટાંતશૈલીમાં વર્ણન છે. તેમાથી શ્રમણ સંઘના ઈતિહાસ વિષે જાણવા મળે છે. ગ્રંથમાં વચ્ચે વચ્ચે કથાઓ પણ આપવામાં આવી છે. આ પણ પિંડનિર્યુક્તિની જેમ ભદ્રબાહુની જ રચના છે.
૬-૭ નંદી અને અનુયોગદ્દાર : આ બંને ગ્રંથો આગમોના પરિશિષ્ટ તરીકેનું કામ કરે છે. તેથી તેને ચૂલિકાસૂત્ર કહે છે. આગમોના અધ્યયન માટે આ પ્રાથમિક ભૂમિકા પૂરી પાડે છે. ‘નંદી’માં ખાસ કરીને જ્ઞાનની ચર્ચા છે અને ‘અનુયોગદ્વાર’માં મૂળભૂત સિદ્ધાંતો અને પારિભાષિક શબ્દોનું સ્પષ્ટીકરણ છે. ‘નંદી’ની રચના દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે કરી છે જ્યારે ‘અનુયોગદ્વાર’ની આર્યરક્ષિતે. આ બંને રચનાઓ મહાવીર-નિર્વાણ પછી ઘણા સમય બાદ લખાઈ હતી.
૧૦
૮ પાક્ષિક સૂત્ર : આમાં સાધુના પાક્ષિક પ્રતિક્રમણ (આવશ્યકનો એક પ્રકાર) વર્ણિત છે.
૯ દશવૈકાલિક ચૂલિકાઓ : વાસ્તવમાં તો આ ‘દશવૈકાલિક’ના જ અંશ રૂપે છે. માટે તેનો જુદો ઉલ્લેખ કરવો ઉચિત નથી. તેમાં સંસાર પ્રત્યેની રાગભાવનાનો ત્યાગ તથા સાધુઓના મઘ-માંસ આદિના ત્યાગનો ઉપદેશ આપી, કર્તવ્ય-કર્મ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
આમ, આ સંભાવ્ય મૂલસૂત્રોનો સંક્ષિપ્ત પરિચય જોતાં જો કે મૂલસૂત્રનો અર્થ તો સ્પષ્ટ થતો નથી છતાં, અન્ય અંગબાહ્ય ગ્રંથો કરતાં આ ગ્રંથોમાં મૂળરૂપતા, પ્રામાણિકતા અને ઉપયોગિતાને ધ્યાનમાં રાખવામાં આવેલ છે. વાસ્તવિક રીતે, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક'ને મૂળસૂત્ર માનવાં યોગ્ય છે કારણ કે તે પ્રાચીન પણ છે તથા સાધુ-જીવનના મૂળભૂત સિદ્ધાંતોનું પ્રામાણિક પ્રતિપાદન પણ કરે છે. અન્ય ગ્રંથો કે જે મૂલસૂત્રોમાં ગણાવા
૧ આચાર્ય તુલસી ૬. ઉં. ભૂમિકા પૃષ્ઠ પર જણાવે છે કે અંગબાહ્ય આગમ ગ્રંથોના આવશ્યક અને અનાવશ્યક વ્યતિરિક્તિ એવા બે વિભાગોમાં આવશ્યકને પોતાનું સ્વતંત્ર અને મહત્ત્વપૂર્ણ સ્થાન હોવાથી ‘આવશ્યક’ને મૂલસૂત્રોની સંખ્યામાં સંમિલિત કરવાનો કોઇ હેતુ પ્રસ્તુત નથી. આચાર્યનું આ કથન યોગ્ય લાગતું નથી કારણ કે વર્તમાન પરંપરામાં જે અંગબાહ્ય (અનુસંધાન પાદટીપ પાના પછીના પર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org