________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૨ જે ગૃહસ્થને માટે જ (પોતાને માટે) તૈયાર કરવામાં આવેલ હોય (પરભૃત) : જો ભોજન સાધુને નિમિત્તે બનાવવામાં આવેલ હોય તો સાધુને હિંસાદિની અનુમતિનો દોષ લાગશે. જો અતિથિના નિમિત્તે બનાવવામાં આવેલ હોય તો અતિથિનો હિસ્સો ઓછો થશે. તેથી જે ભોજનને ગૃહસ્થે સ્વયં માટે તૈયાર કર્યું હોય તેમાંથી થોડું લેવું જેથી ગૃહસ્થ ભૂખ્યો પણ ન રહે અને તેને ફરીવાર ભોજન તૈયાર કરવાનો પ્રયત્ન પણ ન કરવો પડે. આ રીતે મળેલ ભોજનને ગ્રંથમા ‘પર-ત’ કહેવામાં આવલે છે. તેનો અર્થ : પર્ (સાધુથી ઈતર ગૃહસ્થ)ને નિમિત્તે બનાવવામાં આવેલ અર્થાત્ જેને ગૃહસ્થે પોતાને માટે બનાવ્યું હોય.
૩ ગૃહસ્થના ભોજન બાદ શેષ બચેલું હોય : ગૃહસ્થના ભોજન કરી લીધા બાદ સામાન્ય રીતે દરેક ઘરમાં એક બે રોટલીઓ વધેલી હોય છે. તેથી સાધુએ તે શેષાવશેષ અન્ન જ લેવું. જેથી ગૃહસ્થ ભૂખ્યો ન રહે અને તેને ફરીવાર ભોજન તૈયાર કરવાનો પ્રયત્ન પણ ન કરવો પડે. આ વિષયના સ્પષ્ટીકરણ માટે ભિક્ષા માટે યજ્ઞમંડપમાં ઉપસ્થિત હરકેશિબલ મુનિના શરીરમાં પ્રવિષ્ટ યક્ષનાં વચનોને ઉદ્ધૃત કરું છું - ‘હું સંયત, બ્રહ્મચારી, ધનસંગ્રહ અને અન્નાદિ રાંધવાની ક્રિયાથી વિરક્ત સાધુ છું (શ્રમણ) છું પર માટે બનાવવામાં આવેલ આહારની પ્રાપ્તિ માટે ભિક્ષા લેવાના સમયે હું અહીં આવ્યો છું. આપની પાસે
આ ઘણું ખાવા લાયક અન્ન છે જે આપ વહેંચી રહ્યા છો, ખાઈ રહ્યા છો તથા ઉપભોગ કરી રહ્યા છો. મને ભિક્ષા દ્વારા જીવન વીતાવનાર તપસ્વી યોગી સમજો તથા એમ જાણીને જે કાંઈ બાકી વધેલું હોય તે અન્ન મને આપો. જો કે જૈન સાધુ આ રીતે ભિક્ષાન્નની યાચના કરતા નથી છતાં પણ યક્ષના મુખે જે
१. फासूयं परकडं पिंडं ।
તથા જુઓ ૩. ૧૨. ૯, ૨૦. ૪૭. २. समणो अहं संजओ बंभयारी विरओ घणपयणपरिग्गहओ । परप्पवित्तस्स उ भिक्खकाले अन्नस्स अट्ठा इहमागओ मि || वियरिज्जइ खज्जइ भुज्जई अत्रं पभूयं भवयाणमेयं । जाणाहि मे जायणजीविणु त्ति सेसावसेसं लभउ तवस्सी ||
તથા જુઓ ૩. ૬. ૧૫.
Jain Education International
૩૧૭
For Private & Personal Use Only
૧૩. ૧. ૩૪.
-૩. ૧૨. ૯-૧૦.
www.jainelibrary.org