________________
૩૧૬
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૪ જીવોની રક્ષા માટે : જો ભોજન લેવાથી અહિંસા મહાવ્રતના પાલન કરવામાં બાધા આવે તો ભોજનનો ત્યાગ કરી દેવો જોઈએ. આ કથન ખાસ તો વર્ષાકાળની દષ્ટિએ કરવામાં આવ્યું છે કારણ કે ચોમાસામાં ઘણા મુદ્ર જીવોની ઉત્પત્તિ થાય છે અને સાધુ ભિક્ષાર્થે જાય ત્યારે તેની હિંસા થાય છે.
પ તપ કરવા માટે : અનશન વગેરે તપ કરવા માટે ભોજનનો ત્યાગ જરૂરી છે. તપ કરવું પણ જરૂરી છે કારણ કે તે કર્મોની નિર્જરામાં પ્રધાન કારણ છે.
૬ સમતાપૂર્વક જીવનનો ત્યાગ (સંલ્લેખના) માટે : મૃત્યુ નજીક આવે ત્યારે નિર્મમત્વ-અવસ્થાની પ્રાપ્તિ માટે બધા પ્રકારના આહારનો ત્યાગ જરૂરી છે.
કેવા પ્રકારનો આહાર લેવો ? ભોજન લેવાનાં પ્રતિકૂળ કારણો હાજર ન હોય અને અનુકૂળ કારણો હાજર હોય તો સાધુએ કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ ? આ બાબતમાં ગ્રંથમાં નીચે મુજબ કહેવામાં આવેલ છે :
૧ જે અનેક ઘરોમાંથી ભિક્ષા દ્વારા માગીને લાવવામાં આવેલ હોય - સાધુ ભિક્ષા દ્વારા મળેલ અન્નનું જ સેવન કરે છે તે ભિક્ષાત્ર માત્ર કોઈ એક ઘરેથી અથવા પોતાના સંબંધીજનો પાસેથી લાવવામાં આવેલ ન હોવું જોઈએ પરંતુ, અનિન્દિતકુલવાળા અજ્ઞાન ઘરમાંથી થોડું થોડું માગીને લાવવામાં આવેલ હોવું જોઈએ. ખાસ પરિસ્થિતિમાં, તે આહાર યજ્ઞમંડપ તથા નાનાંકુળ (પ્રાન્તકુળ) વાળાં ઘરોમાંથી પણ લાવી શકાય. પરંતુ કોઈ એક ઘરમાંથી પૂરેપૂરો આહાર લાવવો ન જોઈએ કારણ કે એમ કરવાથી ગૃહસ્થને ફરીવાર ભોજન બનાવવાની તકલીફ પડે જેથી સાધુના અહિંસા વ્રતમાં દોષ આવે.
१ समुयाणं उद्दमेसिज्जा जहासुत्तमणिंदियं ।
लाभालाभम्मि संतुढे पिंडवायं चरे मुणी ।।
–૩. ૩૫. ૧૬.
તથા જુઓ ઉ. ૧૪. ર૬, ૧૫. ૧, ૧૭. ૧૯, ૨૫. ૨૮. ૨ ઉ. ૧૫. ૧૩, રપ. ૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org