________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
૩૧૫
આ રીતે આ છ પરિસ્થિતિઓ હોય તો જ સાધુએ આહારનું ગ્રહણ કરવું જોઈએ. આ બધાના મૂળમાં સંયમનું પાલન કરવું એ પ્રધાન કારણ છે કારણ કે સંયમનું પાલન ન કરવામાં આવે તો વૈયાવૃત્ય, ઈર્યાસમિતિ અને ધર્મ ચિંતન પણ થઈ શકે નહીં. પ્રાણ રક્ષા અને સુધા-વેદનાની શાંતિ પણ સંયમની રક્ષા માટે જ છે. એનું સ્પષ્ટીકરણ આહાર ન કરવામાં નીચે જણાવેલ કારણોથી થઈ જાય છે. કઈ પરિસ્થિતિઓમાં આહાર ન લેવો જોઈએ ?
ઉપર જણાવેલ છયે કારણો હાજર હોય છતાં નીચે જણાવેલ છે કારણોમાંથી કોઈ પણ એક કારણ ઉપસ્થિત થાય તો સાધુએ આહારનો ત્યાગ કરી દેવો જોઈએ અને જયાં સુધી આહાર ન કરવાનું કારણ દૂર ન થાય ત્યાં સુધી કોઈ પણ અવસ્થામાં આહાર લેવો ન જોઈએ. ભલે પછી પ્રાણનો ત્યાગ પણ કરવો પડે. આહાર ન કરવાનાં તે છ કારણો નીચે મુજબ છે.
૧ ભયંકર રોગ થાય તો : અસાધ્ય રોગ થાય તો આહારનો ત્યાગ કરવો જોઈએ. સાધુ માટે તો રોગાદિની શાન્તિ માટે ઔષધ સેવાનો પણ નિષેધ છે. તો પછી એવી પરિસ્થિતિમાં આહાર લેવાની અનુમતિ કેમ આપી શકાય ?
૨ આકસ્મિક સંકટ (ઉપસર્ગ) આવી જાય : કોઈ આકસ્મિક વિકટ સંકટ ઉપસ્થિત થાય તો સાધુએ બધા પ્રકારના આહારનો ત્યાગ કરી દેવો જોઈએ.
૩ બ્રહ્મચર્ય વ્રતની રક્ષા માટે જો ભોજનથી ઈન્દ્રિયો પ્રદીપ્ત થઈ કામવાસના પ્રત્યે વળે તો ભોજનનો ત્યાગ કરવો જોઈએ. અહીં બ્રહ્મચર્યની રક્ષા દ્વારા સંયમની રક્ષા અભિપ્રેત છે કારણ કે આત્મ સંયમના અભાવમાં જ બ્રહ્મચર્યમાંથી પતન સંભવે છે.
१ आर्यके उवसग्गे तितिक्खया बंभचेरगुत्तीसु ।
पाणिदया तवहेउं सरीरवोच्छेयणट्ठाए ।
–૩. ર૬. ૩૫.
૨ ઉ. ૧૯. ૭૬-૭૭, ૧૫. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org