________________
ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૧ ક્ષુધા : વેદનાની શાંતિ માટે જો કે સાધુ માટે ક્ષુધા-પરીષહજયનું વિધાન કરવામાં આવેલ છે પરંતુ એવું વિધાન તપ કરતી વખતે તથા નિર્દષ્ટ આહાર ન મળે ત્યારની અવસ્થા માટે છે અન્યથા, ક્ષુધાની વેદનાથી ન તો મન સ્થિર થાય, અને ન જોવાનું, સાંભળવાનું કે ધ્યાનઆદિ કરવાનું સામર્થ્ય જ પ્રાપ્ત થઈ શકે. તેથી ક્ષુધા-વેદનાની શાન્તિ માટે આહાર કરવો જોઈએ.
૩૧૪
૨ ગુરુ આદિની સેવા કરવા માટે : ગુરુની સેવા કરવી એ એક પ્રકારનું તપ છે. જો શરીરમાં સામર્થ્ય ન હોય તો ગુરુની સેવા વગેરે કાર્યો થઈ ન શકે. તેથી ગુરુની સેવા ક૨વા માટે આહાર લેવો જોઈએ.
૩ ઈર્યાસમિતિનું પાલન કરવા માટે : ભોજન ન કરવામાં આવે તો આંખોનું તેજ ક્ષીણ થઈ જાય છે. એવી સ્થિતિમાં ગમનાગમન કરતી વખતે સાવધાની કેવી રીતે રાખી શકાય ? તેથી ગમનાદિ ક્રિયા કરતી વખતે ઈર્યાસમિતિનું પાલન કરવા માટે પણ ભોજન લેવું જરૂરી છે.
૪ સંયમની રક્ષા કરવા માટે : સંયમ હોય તો જ બધા પ્રકારનાં વ્રતો ધારણ કરી શકાય છે અને સર્વ પ્રકારના ઉપસર્ગો (કષ્ટો)ને સહન કરી શકાય છે. તેથી સંયમમાં દૃઢ રહીને સાધુએ ભિક્ષા માટે પ્રવૃત્ત રહેવું એવો આદેશ છે. વસ્તુત: સાધુએ સંયમ પાલન માટે જ ભોજન કરવું જોઈએ.
૫ જીવન રક્ષા માટે : જીવનનું અસ્તિત્વ હોય તો જ સંયમ આદિનું પાલન કરવું સંભવે છે તથા જીવન (પ્રાણ) આહાર વગર ટકી શકે નહીં. તેથી સાધુએ જીવન રક્ષા કરવા માટે નીરસ ભોજન કરવું એવો આદેશ છે.
૬ ધર્મ ચિંતન કરવા માટે : શાસ્ત્રોનું અધ્યયન, મનન, ચિંતન વગેરે ધાર્મિક ક્રિયાઓ કરવા માટે શરીર સુસ્થિ રહે એ જરૂરી છે. સુધા વગેરેની પીડા પણ ન હોવી જોઈએ કારણ કે શરીર શિથિલ રહે અથવા ભૂખથી વ્યાકુળ રહે તો કાંઈ પણ ચિંતન વગેરે જેવી ધાર્મિક ક્રિયા થઈ ન શકે. તેથી ધાર્મિક ક્રિયાઓ કરવા માટે પણ આહાર કરવો જોઈએ.
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org