________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્યાચાર
૩૧૩
નિમિત્તે ઉપાશ્રય બનાવવામાં આવે તો સાધુને હિંસાદિ દોષોના ભાગીદાર બનવું પડશે.
આ રીતે સાધુએ સુસજ્જિત, રમણીય, સ્ત્રી વગેરેથી સંકી તથા જીવાદિની ઉત્પત્તિની સંભાવનાવાળા સ્થાનમાં ન રહેતાં નગરની બહાર એકાન્ત જંગલમાં રહેવું. એવું એકાન્ત સ્થળ જ સાધુને રહેવા માટે લાયક છે. તેથી હિંસા આદિ વ્રતોનું પાલન કરવામાં અગવડ રહે છે. તેથી જે સ્થાનમાં રહેવાથી વ્રતોનું પાલન કરવામાં વિઘ્ન ન નડે તે જ સ્થાન સાધુ માટે રહેવા લાયક છે. ગ્રંથમાં શધ્યા-પરીષદના પ્રસંગે કહેવામાં આવ્યું છે કે સ્થાન સમ કે વિષમ હોય તેથી સાધુએ ગભરાવું નહિ પરંતુ, સર્વ પ્રકારનાં કષ્ટો સહન કરતાં કરતાં પોતાના કર્તવ્યપથ ઉપર તેણે દઢ રહેવું. આ પ્રકારના એકાન્ત સ્થાનમાં રહેવું એ વિવિક્ત શયનાસન (સંલીનતા) નામનું એક પ્રકારનું તપ પણ છે.
આહાર ભોજન વિના કોઈ પણ કાર્ય કરવું સંભવે નહીં કારણ કે ભોજનથી જ ઈન્દ્રિયો પુષ્ટ થઈ જોવા, સાંભળવા અને વિચાર કરવાનું સામર્થ્ય પ્રાપ્ત કરે છે. તેથી સાધુ માટે દિવસનો ત્રીજો પ્રહર ભોજન-પાન માટે નક્કી કરવામાં આવેલ છે. ભોજન કઈ પરિસ્થિતિમાં કરવું જોઈએ ? કઈ પરિસ્થિતિમાં ન કરવું જોઈએ ? કેવા પ્રકારનો આહાર કરવો જોઈએ ? વગેરે બાબતો અંગે અહીં વિચાર કરવામાં આવશે.
કઈ પરિસ્થિતિઓમાં આહાર ગ્રહણ કરવો ! મોક્ષાભિલાષી સાધુએ નીચે જણાવેલ છે કારણો ઉપસ્થિત હોય તો જ ભોજન-ગ્રહણ કરવું.
૧ જુઓ પ્રકરણ ૫, શય્યા પરીષહ. ૨ જુઓ પ્રકરણ ૫, તપશ્ચર્યા. 3 वेयण वेयावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छ8 पुण धम्मचिंताए ।
–૩. ર૬. ૩૩. તથા જુઓ ઉ. ૨. ર૯, ૬. ૧૪, ૮, ૧૦-૧ર, ૧ર. ૩૫, ૧૫. ૧૨, ૨૫. ૩૯-૪૦, ર૬. ૩૨, ૩૧. ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org