________________
૩૧ર ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન
૩ જ્યાં જીવાદિ ઉત્પન્ન થવાની સંભાવના ન હોય ? જો ત્યાં શુદ્ર જીવોને ઉત્પન્ન થવાની સંભાવના હશે તો અહિંસા મહાવ્રતનું પાલન કરવામાં બાધા પડશે. તેથી જ્યાં સુદ્ર જીવો ઉત્પન્ન થતા ન હોય એ જ સ્થાન સાધુને રોકાવા માટે યોગ્ય છે.
૪ જે છાણ વગેરેથી લીંપેલ ન હોય તથા બીજ વગેરેથી રહિત હોય ? સાધુ રોકાવાના છે તે કારણે તે સ્થાનને લીંપીને સાફ ન કરવામાં આવેલું હોવું જોઈએ. વળી તે અંકુરોત્પાદક બીજથી છવાયેલ પણ ન હોવું જોઈએ. આનાથી ભિન્ન પ્રકારના વિરોધી પ્રકારના) ઉપાશ્રયમાં રહેવાથી સાધુ હિંસાના દોષોનો ભાગીદાર થાય છે. તેથી જે ઉપાશ્રયને સાધુના નિમિત્તે લીંપવામાં ન આવ્યું હોય ત્યાં જ સાધુએ રોકાવું. આમ કહેવાનું તાત્પર્ય એવું નથી કે તે સ્થાન ગંદુ હોવું જોઈએ; તે સ્વચ્છ તો હોવું જોઈએ પરંતુ સાધુને નિમિત્તે તેને સ્વચ્છ કરવામાં આવેલ ન હોવું જોઈએ.
૫ જે એકાન્ત હોય જે નગર અને ગૃહસ્થાદિના, ઘનિષ્ઠ સંપર્કથી રહિત સ્મશાન, ઉદ્યાન, શૂન્યગૃહ, વૃક્ષ, લતા મંડપના તળિયાનો ભાગ વગેરે એકાંત સ્થળો છે ત્યાં તે હોવું જોઈએ. સાધ્વીઓની બાબતમાં, બૃહત્કલ્પનાં દ્વિતીય ઉદ્દેશમાં લખવામાં આવ્યું છે કે સાધ્વીઓએ ધર્મશાળા (આગમનગૃહ) અમુક ભાગ પડી ગયો હોય એવું મકાન (વિકૃતિ-ગૃહ)-વૃક્ષમૂળ અને ખૂલ્લા આકાશ નીચે (અબ્રાવકાશ) ન રહેવું. આનું કારણ એ છે કે એવાં એકાન્ત સ્થાનો ઉપર સાધ્વીઓ સાથે પુરુષો દ્વારા બળાત્કાર થવાનો સંભવ છે.
૬ જો પરકૃત હોય ? જે ઉપાશ્રય સાધુના નિમિત્તે બનાવવામાં ન આવેલ હોય અર્થાત્ જેને ગૃહસ્થ પોતાના ઉપયોગ માટે બનાવ્યું હોય કારણ કે સાધુને
૧ એજન તથા પૃ. ૩૧૦, પા. ટિ. ૨. २ विवित्तलयणाई भइज्जताई निरोवलेवाइं असंथडाइं ।
–૩. ર૧. રર. 3 सुसाणे सुनगारे वा रूक्खमूले व इक्कओ । पइरिक्के परकडे वा वासं तत्थाभिरोय।।
–૩. ૩૫. ૬. તથા જુઓ ઉ. ૨. ર૦, ૧૮. ૪-૫, ૨૦. ૪, ૨૩. ૪, ૨૫. ૩. ૪ એજન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org