________________
૩૧૮
ઉત્તરાધ્યયન-સૂત્ર ઃ એક પરિશીલન આમ કહેવરાવવામાં આવ્યું છે તેનું કારણ છે-સાધુના આહાર લેવા સંબંધી વિષયનું સ્પષ્ટીકરણ.
૪ જે નિમંત્રણ વગેરેથી પ્રાપ્ત ન થયેલ હોય : સાધુએ ગૃહસ્થ દ્વારા નિમંત્રણ મળતાં પ્રાપ્ત થયેલી ભિક્ષા ન લેવી જોઈએ કારણ કે એવો આહાર લેતાં ગૃહસ્થ સાધુના નિમિત્તે પાચન ક્રિયા કરશે જેથી સાધુને હિંસાની અનુમતિનો દોષ લાગશે. આ ઉપરાંત, જ્યાં પંક્તિબદ્ધ થઈ પ્રીતિભોજન આપવામાં આવી રહ્યું હોય ત્યાં પણ ભિક્ષા માટે ઊભા ન રહેવું. હરિકેશિબલ મુનિ બ્રાહ્મણો દ્વારા પ્રાર્થના થતાં જે યજ્ઞાન્ન લે છે તે નિમંત્રણાપૂર્વક લેવાયેલ આહાર નથી કારણ કે હરિકેશિબલ ભિક્ષા લેવાના સમયે યજ્ઞમંડપમાં ભિક્ષાર્થે જાય છે અને ત્યાં પહેલાંથી તૈયાર કરેલ ભોજનને બ્રાહ્મણો ઉપર અનુગ્રહ કરવા માટે જ સ્વીકારે છે. તેથી ત્યાં આમંત્રણ જન્ય દોષ નથી.
૫ જે સરસ અને પ્રયાણથી વધારે ન હોય ? સંયમના નિર્વાહ માટે જ ભોજન લેવું એવું સાધુ માટે વિધાન છે, રસના ઈન્દ્રિયની સંતુષ્ટિ માટે નહીં. તેથી સાધુએ સરસ આહારની અભિલાષાથી બહુ ફરવું નહીં, તેને જે નીરસ આહાર મળે તેનો તિરસ્કાર ન કરતાં તે સ્વીકારવો. આ ઉપરાંત સરસ આહાર લેવાથી ઈન્દ્રિયો કામાદિ ભોગોના સેવન માટે ઉદ્દીપ્ત થઈ જાય છે.
१ उद्देसियं कीयगडं नियागं न मुच्चई किंचि अणेसणिज्जं । अग्गी विवा सव्वभक्खी भवित्ता इओ चुओ गच्छइ कट्ट पावं ।।
–૩. ૨૦. ૪૭. २ परिवाडीए न चिट्ठज्जा ।
–૩. ૧. ૩૨. ૩ ઉ. ૧૨. ૪-૭, ૧૬, ૧૮-૨૦, ૩૫.
આ રીતે જયઘોષ મુનિ માટે જુઓ - ઉ. ૨૫-૯, ૩૯-૪૦. ૪ જુઓ – પૃ. ૩૧૬, પા. ટિ. ૧, ૨, ૩૯, ૮. ૧૧, ૧૫. ૨, ૧૨, ૧૮.
૩૦, ૨૧. ૧૫, ર૩.પ૮, ૨૫. ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org