________________
પ્રકરણ ૪ : સામાન્ય સાધ્વાચાર
તેથી પક્ષીગાથી પીડિત સુસ્વાદુ ફળવાળા વૃક્ષની જેમ સાધુ દુ:ખી થઈને સંયમની આરાધના કરી શકતો નથી'. પ્રમાણથી વધારે ભોજન કરવાથી પ્રચુર ઈન્ધનવાળા વનમાં ઉત્પન્ન થયેલ દાવાગ્નિની જેમ ઈન્દ્રિયો શાંત થતી નથી?. તેથી સાધુનો આહાર નીરસ અને ઓછો હોવો જોઈએ.
::
સાધુના જીવન-યાપન માટે નીરસ આહારની બાબતમાં ગ્રંથમાં કેટલીક વીગત મળે છે. જેમ કે ઃ ૧ સ્વાદહીન (પ્રાન્ત), ૨ ઠંડો (શીતપિંડ), ૩ જુના અડદ, મગ વગેરે (પુરાણ કુમ્માસ), ૪ મગની ઉપરનાં છોતરાં (વુક્કસ), ૫ સૂકા ચા વગેરે (પુલાગ), ૬ બોરનો ભૂકો (મંથુ), ૭ શાક કે ચોખાનું ઊકાળેલું પાણી (આયામગ), ૮ જવનું ભાત (યવોદન), ૯ શીતળ કાંજી (સૌવીર), ૧૦ જવનું પાણી વગેરે. આમ સાધુએ જીવનનિર્વાહ માટે નીરસ આહાર લેવાનું વિધાન છે તેનું તાત્પર્ય એ નથી કે સાધુ ઘી, દૂધ વગેરે સરસ આહાર નથી લઈ શકતો પણ સરસ આહારની પ્રાપ્તિમાં આસક્તિ ન રાખીને આ પ્રકારનો નીરસ આહાર મળે ત્યારે તેણે ઉપેક્ષા ન કરવી. જો સરસ આહાર ગ્રહણ કરવાથી સંયમપાલનમાં બાધા આવે તો તેણે એવો આહાર ન લેવો જોઈએ. તેથી ગ્રંથમાં સાધુને લાભાલાભમાં દરરોજ સંતુષ્ટ રહેવાનું કહેવાયું છે .
૬ જે અચિત્ત, પ્રાસુક અને શુદ્ધ હોય : સાધુ જે પ્રકારનો આહાર ગ્રહણ કરે તે અચિત્ત, પ્રાસુક અને શુદ્ધ હોવો જોઈએ' કારણ કે એમ ન હોય તો
૧ ૩. ૩૨. ૧૦.
૨૩. ૩૨. ૧૧.
3 पंताणि चेव सेवेज्जा सीयपिंडं पुराणकुम्मासं । अदु बुक्कसं पुलागं वा जवजट्ठाए निसेवर मंथु ||
आयामगं चेव जवोदणं च सीयं सोवीरजवोदगं च । न हीलए पिण्डं नीरसं तु पंतकुलाई परिव्वए स भिक्खू ॥
૩૧૯
૪ જુઓ પૃ. ૩૧૬, પા. ટિ. ૧, ઉ. ૧૫. ૧૧. ૫ ઉ. ૧૩૨, ૩૪, ૧૫, ૮. ૧૧, ૩૨. ૪. વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
૩. ૮. ૧૨.
૩. ૧૫. ૧૩.
www.jainelibrary.org