________________
૩૨૦ ઉત્તરાધ્યયન-સૂત્ર : એક પરિશીલન હિંસાદિ દોષ થાય છે. તેથી ગ્રંથમાં કહેવાયું છે કે જે અનેકણીય (સચિત્ત) આહાર ગ્રહણ કરે છે તેને અગ્નિની જેમ સર્વભક્ષી હોવાથી સાધુ ન કહેવાય.
આહાર વિષયક કેટલીક જ્ઞાતવ્ય વાતો : સાધુ જ્યારે ગૃહસ્થ પાસેથી ભોજન સ્વીકારે તથા જ્યારે તેનો ઉપભોગ કરે ત્યારે તેણે નીચે જણાવેલ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ.
૧ ભોજન આપતી વખતે દાતા ગૃહસ્થ સાધુ કરતાં ખૂબ ઊંચા કે ખૂબ નીચા આસને ન હોવો જોઈએ તથા ખૂબ પાસે કે ખૂબ દૂર પણ ન હોવો જોઈએ.
૨ જો કોઈ બીજો ભિક્ષુ પહેલાંથી કોઈ ગૃહસ્થ પાસેથી આહાર લઈ રહ્યો હોય ત્યારે ગૃહસ્થની એકદમ નજીક આંખો સામે કે ખૂબ દૂર ઊભા ન રહેવું જોઈએ. ભિક્ષુનું ઉલ્લંઘન કરી ઘરમાં પણ દાખલ થવું નહિ પરંતુ ચૂપચાપ બહાર ઊભા રહેવું. પ્રથમ આવેલ ભિક્ષુ આહાર લઈ પાછો ન આવે ત્યાં સુધી રાહ જોવી. આમ કરવું જરૂરી છે કારણ કે પ્રથમ આવેલ ભિક્ષુ પોતાની પૂરેપૂરી ભિક્ષા પ્રાપ્ત કરી શકે. કદાચ એવું પણ બને કે ગૃહસ્થ બીજા ભિક્ષુને જોઈ પ્રથમ આવેલને ઓછી ભિક્ષા આપે અથવા જરાય પણ ન આપે.
૩ જો સાધુને ભિક્ષા ન મળે તો પણ તેણે ક્રોધાદિ ન કરવાં પણ હરિકેશિબલ મુનિની જેમ લાભાલાભમાં સંતુષ્ટ રહેવું.
૪ આહર વગેરેની પ્રાપ્તિ અને જીવિકા-નિર્વાહ માટે કોઈ પણ પ્રકારની વિદ્યા કે મંત્રાદિ શક્તિઓનો પ્રયોગ ન કરવો જોઈએ. વિદ્યા કે મંત્રાદિ શક્તિઓના પ્રયોગથી પ્રાપ્ત થયેલ આહારાદિમાં તે બધા હિંસાદિ દોષ સાધુને
૧ જુઓ પૃ. ૩૧૮, પા. ટિ. ૧. २ नाइउच्चे व नीए वा नासन्ने नाइदूरओ ।
-૩. ૧. ૩૪.
3 नाइदूरमणासने नत्रेसिं चखु फासओ ।
–૩. ૧. ૩૪.
एगो चिट्ठज्ज भत्तट्ठा लंघित्ता तं नइक्कमे ।
–૩. ૧. ૩૩.
૪ જુઓ પૃ. ૩૧૬, પા. ટિ. ૧, પૃ. ૩૧૮, પા. ટિ. ૩. ૫ ઉ. ૮. ૧૩, ૧૫. ૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org